Connect Gujarat
ગુજરાત

જામનગરઃ નાના ભૂલકાઓએ આપ્યો પ્રકૃતિ બચાવોનો સંદેશ

જામનગરઃ નાના ભૂલકાઓએ આપ્યો પ્રકૃતિ બચાવોનો સંદેશ
X

માટીનાં ગણેશની નાની પ્રતિમા બનાવી પાણીમાં વિસર્જિત કરી, તે પાણી વૃક્ષોને સિંચ્યું

જામનગર શહેરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરની સ્કુલનાં નાના ભૂલકાઓ દ્વારા માટીમાંથી ઈકોફ્રેન્ડલી નાના - નાના ગણપતી બનાવી તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બાદમાં તે પાણી વૃક્ષોને પીવડાવી પર્યાવરણ પ્રેમનું ઉતમ ઉદાહરણ સમાજને આપી રહ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66027,66028,66029,66030,66031,66032,66033,66034,66035,66036,66037,66038,66039,66040,66041,66042,66043,66044,66045,66046,66047,66048"]

જામનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત બેબીલેન્ડ સ્કુલમાં બાળકો દ્વારા ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સેતાવડ રોડ પર આવેલ બેબીલેન્ડ સ્કુલના આશરે ૧ થી ૫ વર્ષનાં ૪૦૦ જેટલા બાળકો અને સ્કુલ ના શિક્ષકો સાથે મળીને માટી માંથી નાના - નાના ગણપતિ બનાવ્યા હતા. પર્યાવરણને ધ્યાનમાં લઈને પ્રદુષણ ના ફેલાય અને બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અત્યારથી જ આવે તેમજ નાની ઉમરમાં જ જો બાળકોમાં પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણની જાળવણી અંગેની સમાજ આપવામાં આવે તો ભવિષ્યમાં તે પ્રદુષણ મુક્ત, સુશિક્ષિત અને સુસંકૃત સમાજનું નિર્માણ કરી શકે તેવા શુભ આશ્રયથી શાળા સંચાલક નીતાકુમારી જાડેજા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બાળકો દ્વારા બનાવવામાં આવેલા નાના નાના ગણપતી ને સ્કુલ માં બાળકો અને શિક્ષકો દ્વારા ગણપતી બાપ્પા મોરિયા ના નાદ સાથે આરતી અને પૂજન - અર્ચન કર્યાબાદ શુદ્ધ પાણી માં વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિસર્જન કરાયેલા પાણી અને માટી ને બાળકો ના જ હસ્તે સ્કુલ ગાર્ડન ના વૃક્ષો અને રોપા ને અર્પણ કરવામાં આવ્યા હતા.

Next Story