New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Jamnagar-virodh.jpg)
જામનગર શહેર યુવક કૉંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર હેઠળ નવતર કાર્યક્રમ અંતર્ગત જામનગર ના તરણબતી વિસ્તાર માં જૂની અનુપમ ટોકીઝ પાસે બેરોજગાર લોકોના ફોર્મ ભરવા માં આવ્યા હતા. અને પેટ્રોલ, ડીઝલ અને ડોલર માં કોણ પેલા સદી મારે તે અંગે ના ફોર્મ ભરાવી ને વિજેતા ને રોકડ પુરસ્કાર આપવા ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ હતું.
પેટ્રોલ, ડીઝલ,અને રૂપિયાની પરિસ્થિતિ icu માં દાખલ છે તેવી દર્શવા માટે મોક હોસ્પિટલ તેમજ icu પણ ઉભું કરવા માં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો હાજર રહ્યા હતા. જેમણે શહેરીજનો પાસેથી ફોર્મ ભરાવી સરકારની નીતિ વિસે માહિતી આપી બેરોજગારી વિશે રોષ પણ વ્યક્ત કર્યો હતો.