/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/cm.jpeg)
ભાજપ-કોંગ્રેસના જ કેમ આરોપીઓ ન હોય,કોઈપણને છોડવામાં આવશે નહીં
રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલામાં ગોડાઉનમાં પકડાયેલી મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. મગફળીની એક બોરીમાં ત્રણથી પાંચ કિલો પથ્થર-માટી નાંખી ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું મૌન તોડીને નિવેદન આપ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું કે, મગફળીની ખરીદી કોઈ સરકારે કરી નથી. જ્યારે ભાજપે આ વખતે ૧૦ લાખ ટન મગફળી ખરીદી છે. પ્રથમ વખત મગફળી ૨૫૦ સેન્ટરો પરથી ખરીદી કરાઈ હતી. જેમાં અમુક સેન્ટરો પર મગફળીકાંડમાં કૌભાંડ થયો છે તેની તપાસ કરીશું. આ મુદ્દે કોંગ્રેસ ૫૦૦૦ કરોડના ભ્રષ્ટાચારની વાત કરે છે. તે સાવ નકામી છે.
રૂપાણીએ વધુમાં કહ્યું, પેઢલા મુકામે મગફળીકાંડમાં અનેક વેપારીઓની ફરિયાદો સામે આવી છે. તે જોતા આરોપીઓને સરકાર કોઈપણ સંજોગોમાં નહીં બક્ષે, ભાજપ-કોંગ્રેસના જ કેમ આરોપીઓ ન હોય, કોઈપણને છોડવામાં આવશે નહીં. આ કેસમાં કોઈ વ્યક્તિ છુટી ન જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે.