ઝઘડીયા: વિજ થાંભલાના વાયરો પર ઝાડ પડતા વિજ કંરટ થી એક નું મોત

New Update
ઝઘડીયા: વિજ થાંભલાના વાયરો પર ઝાડ પડતા વિજ કંરટ થી એક નું મોત

ઝગડીયા તાલુકાના કાલીયાપુરા ગામમાં આજે વહેલી સવારે તાડનું ઝાડ એકાએક તૂટીને વીજપોલ પર પડ્યું હતું જેના કારણે વીજપોલ ભાંગી જતા તેના જીવંત વાયર ઘરની બહાર દાતણ પાણી કરવા બેઠેલા ચંપકભાઈ માધવભાઈ પર પડતા તેને કરંટ લાગ્યો હતો. તેને નજીકની સરકારી હોસ્પિટલમાં તેને લઇ જવાતા સારવાર મળે તે પહેલાજ તેનું મોત થયું હતું.

ઝગડીયા તાલુકાના કાલીયાપુરા ગામે રહેતા ચંપકભાઈ માધવભાઈ વસાવા આજે વહેલી સવારે ઉઠીને તેમના ઘરના આંગણામાં દાતણ પાણી કરી રહ્યા હતા, અચાનક તેમના ઘરની નજીક આવેલ તાડનું ઝાડ તૂટીને ઘરપાસે આવે વીજપોલ પર પડ્યું હતું, ઝાડ વીજપોલ પર પાડવાના કારણે વીજપોલ વચ્ચે થી ભાંગી ગયો હતો અને તેના જીવંત વાયર ઘરની બહાર દાતણ પાણી કરતા ચંપકભાઈ પર પડ્યા હતા જેથી જેમને જોરદાર કરંટનો ઝાટકો લાગ્યો હતો, ચંપકભાઈને કરંટ લાગવાની ઘટના થી તેમના પરિવારજનો એકઠા થયા હતા અને તેમને બહાર કાઢયા હતા, ઈજાગ્રસ્ત ચંપકભાઈને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લાના સરકારી દવાખાને લઇ જવાય હતા જ્યાં સારવાર મળે તે પહેલાજ તેમનું મોત થયું હતું, વીજ કરંટ લાગવાની ઘટના ની ફરિયાદ મરણ જનાર ચંપકભાઈના ભાઈ જસુભાઈ માધવભાઈ વસાવા એ ઉમલ્લા પોલીસ મથક માં કરી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.