Connect Gujarat
Featured

જિયો પ્લેટફોર્મ્સ, ક્વાલકોમે સફળતાપૂર્વક 5G ટેસ્ટ કર્યુઁ, ટ્રાયલમાં 1 Gbpsથી વધુની સ્પીડ મેળવી

જિયો પ્લેટફોર્મ્સ, ક્વાલકોમે સફળતાપૂર્વક 5G ટેસ્ટ કર્યુઁ, ટ્રાયલમાં 1 Gbpsથી વધુની સ્પીડ મેળવી
X

ક્વાલકોમ ટેક્નોલોજિસ ઇન્ક. અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેડિસિસ કોર્પોરેશને આજે જાહેરાત કરી છે કે વર્ચ્યુઅલાઇઝ્ડ RAN સાથે 5G સોલ્યૂશન્સ આધારિત ઓપન એન્ડ ઇન્ટરઓપરેબલ ઇન્ટરફેસ કમ્પ્લાયન્ટ આર્કિટેક્ચર તૈયાર કરવાના તેમના પ્રયાસોને વધુ વિસ્તાર્યા છે. ભારતમાં સ્વદેશી 5G નેટવર્કનું માળખું તથા સેવાઓ શરૂ કરવા અને તેના વિકાસ માટેનો માર્ગ ઝડપથી પાર પાડવાનો હેતુ બંને કંપનીઓ આ કાર્ય થકી ધરાવે છે.

ક્વાલકોમ ટેક્નોલોજિસ અને જિયોએ એવી પણ જાહેરાત કરી છે કે the Qualcomm® 5G RAN પ્લેફોર્મ્સનો લાભ લઈને Jio 5GNR સોલ્યૂશન્સ પર 1 Gbpsની સ્પીડ હાંસલ કરવાનું સીમાચિહ્ન પણ હાંસલ કર્યું છે. આ સિદ્ધિ માત્ર જિયોની 5Gની ક્ષમતાને અનુમોદન નથી આપતી પરંતુ ગિગાબાઇટ 5G NR પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જિયો અને ભારતના પ્રવેશને પણ મહત્વપૂર્ણ બનાવે છે.

5G ટેક્નોલોજી સાથે ઉપયોગકર્તા અભૂતપૂર્વ ડેટા સ્પીડ, લો લેટેન્સી કમ્યુનિકેશન્સનો તો અનુભવ કરશે જ, સાથે સાથે 5G આધારિત સ્માર્ટફોનથી લઈ એન્ટરપ્રાઇઝ લેપટોપથી AR/VR ઉત્પાદનોથી લઈને વર્ટિકલ IOT સોલ્યૂશન્સ સુધીના વિવિધ ડિવાઇસિસ પર ગ્રાહકનો ડિજિટલ અનુભવ બહેતર બનશે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના પ્રેસિડેન્ટ મેથ્યુ ઉમ્મેને કહ્યું હતું કે, "સાચા અર્થમાં ઓપન અને સોફ્ટવેર ડિફાઇન એવી નવી જનરેશનની ક્લાઉડ આધારિત 5G RAN ટેક્નોલોજીના વિકાસમાં ક્વાલકોમ ટેક્નોલોજિસ સાથે કામ કરતાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ક્વાલકોમ ટેક્નોલોજિસ સાથે મળી સુરક્ષિત RAN સોલ્યૂશન્સના વિકાસમાં જિયો પ્લેટફોર્મ્સની ક્ષમતાઓનું સંયોજન સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ માટે અને સર્વસમાવેશક 5G રાષ્ટ્ર તરીકે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના પ્રયાસો ઝડપી બનાવશે."

ક્વાલકોમ ટેક્નોલોજિસ ઇન્કના 4G/5G સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર દુર્ગા મલ્લાડીએ કહ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં વર્ચ્યુઅલાઇઝ્ડ, ફ્લેક્સિબલ અને ઇન્ટરઓપરેબલ 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી આપવી એ ક્વાલકોમ ટેક્નોલોજિસનો મુખ્ય હેતુ રહેલો છે. અમે તાજેતરમાં અમારા ક્વાલકોમ 5G RAN પ્લેટફોર્મ્સનો લાભ લઈ રિલાયન્સ જિયો 5G NR પ્રોડક્ટ પર 1 Gbps સ્પીડની સિદ્ધિ મેળવી છે અને ફ્લેક્સિબલ તથા સ્કેલેબલ 5G RAN શરૂ કરવા અને વિકસાવવા રિલાયન્સ જિયો સાથે અમારા પ્રયાસોને વધુ વિસ્તારવા માટે તૈયાર છીએ. આ પ્રકારના પરસ્પર સહયોગથી તૈયાર થતી ઇકોસિસ્ટમ ઓપરેટર્સ અને ઇન્ડસ્ટ્રીના તમામ વર્ટિકલ્સ માટે 5G નેટવર્ક કવરેજ શરૂ કરવા અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ક્ષમતાઓ વધારવા ચાવીરૂપ ભૂમિકા ભજવશે."

ક્વાલકોમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને ક્વાલકોમ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજન વાગડિયાએ જણાવ્યું હતું કે, "5G અને ભારતમાં ડિજિટલ પરિવર્તન લાવવાના સપના સાકાર કરવાના અમારા સમાન વિઝન પર આધારિત અમારા લાંબા સમયથી ચાલી આવતાં રિલાયન્સ જિયો સાથેના સંબંધો નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે અમે ખૂબ જ આનંદિત છીએ. સમગ્ર ભારતમાં ભરોસાપાત્ર, મજબૂત અને શક્તિશાળી મોબાઇલ એક્સપિરિયન્સની જરૂરિયાતો વધી રહી છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે ગ્રાહકો અને મેન્યુફેક્ચરિંગ, સ્વાસ્થ્ય સંભાળ તથા રિટેલ જેવા ઉદ્યોગો તરફથી 5Gની માગનું એક નવું મોજું આવશે. પોસાય તેવું અને બહુવિસ્તરિત 4G નેટવર્ક તેના ગ્રાહકોને આપવા માટે જિયો ગેમ ચેન્જર સાબિત થયું છે ત્યારે અમે ભારતીય ગ્રાહકો માટે 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસિઝ શરૂ કરવાની સફરમાં તેમની સાથે ખભેખભા મિલાવી કામ કરવા માટે તૈયાર છીએ."

ભારતને વિશ્વના સૌથી મોટા મોબાઇલ બ્રોડબેન્ડ ગ્રાહકોનો દેશ બનાવવામાં જિયોના ઇનોવેશને આગેવાની લીધી છે. ડિસએગ્રેગેટેડ અને વર્ચ્યુઇલાઝ્ડ 5GNR સોલ્યૂશન્સ સાથે સમગ્ર ભારતને અને તેનાથી આગળ 5G સેવાઓ અને અનુભવ આપવા માટે તૈયાર કરાયેલી કેરિયર-ગ્રેડ સોફ્ટવેર-બેઝ્ડ RAN સોલ્યૂશન્સની ઇકોસિસ્ટમ માટે જિયો આગળ વધી રહ્યું છે.

ક્વાલકોમ 5G RAN પ્લેટફોર્મ્સનો પોર્ટફોલિયો ફ્લેક્સિબલ, વર્ચ્યુઅલાઝ્ડ, સ્કેલેબલ અને ઇન્ટરઓપરેબલ સેલ્યૂલર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો તૈયાર કરવા માટે ડિઝાઇન કરાયેલો છે. અઢળક MIMOથી સ્મોલ સેલ સાથેના તમામ મેક્રો બેઝ સ્ટેશન્સથી શરૂ કરીને અનેક શ્રેણીબદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટેગરીઝને અને સબ-6 GHz અને mmWave સ્પેક્ટ્રમ પર તમામ ફ્રિક્વન્સી બેન્ડ્સ માટે ફીચર સપોર્ટ માટે આ પ્લેટફોર્મ વિવિધ સહાય પૂરી પાડશે.

Next Story