Connect Gujarat
ગુજરાત

જુનાગઢના નગરજનો એ કર્યા વરસાદના વધામણાં તો પોહચ્યા જૂનાગઢના વિલિંગ ડેમે, ઝરણાની લીધી મોજ

જુનાગઢના નગરજનો એ કર્યા વરસાદના વધામણાં તો પોહચ્યા જૂનાગઢના વિલિંગ ડેમે, ઝરણાની લીધી મોજ
X

સોરઠમાં વરસાદી માહોલ ને લઈને વન્યજીવ સૃષ્ટિઓ ખીલી ઉઠી છે ત્યારે જૂનાગઢમાં વરસાદ પડવાના કારણે ગિરિકંદરાઓ માથે શીતળ ઝરણું ખળખળ વહી રહ્યું છે જેને લઇને અલાયદુ વાતાવરણ ખડું થયું હતું.

વાયુ વાવાઝોડાને લઈને સોરઠ પંથકમાં મેઘરાજાએ મેઘ સવારી અવિરત કરી છે ત્યારે જૂનાગઢમાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે. ગુરુવારની મોડી રાતથી જૂનાગઢમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી ત્યારે વરસાદને લઈને ગીરનાર અને દાતાર પર્વત પર વધુ વરસાદ પડવાને કારણે ગીરીકંદરા ઓ મા ખડખડ ઝરણું વહેવા લાગ્યું છે. એક તરફ ગિરનાર પર્વત પર વરસાદ પડવાના દ્રશ્યો ની સાથે ગિરનાર પર્વત પર વરુણદેવ અભિષેક કરતા હોય તેવા દુર્લભ દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ દાતારના ડુંગર પર વરસાદના કારણે વન્ય જીવ સૃષ્ટિ ખીલી ઉઠી હતી દાતાર પરના પર્વત પરથી વહેતું ઝરણું નિહાળવા અને ઝરણામાં તરબોળ થવા જૂનાગઢવાસીઓ વિલિંગડેમ પર દોડી આવ્યા હતા અને અને વરસાદ ના વધામણા કર્યા હતા આ અમૂલ્ય ક્ષણનો લાભ લેવા જૂનાગઢવાસીઓ પાણીના ઝરણાં માં મોજ લેતા જોવા મળ્યા હતા પ્રથમ વરસાદને વધાવીને નગરજનોએ કનેક્ટ ગજરાત ટીમ સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વરસાદને વધાવ્યો હતો.

Next Story