Connect Gujarat
દેશ

કર્ણાટક: 15 બેઠકો પર મતગણતરી શરૂ, યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય દાવ પર

કર્ણાટક: 15 બેઠકો પર મતગણતરી શરૂ, યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય દાવ પર
X

કર્ણાટકમાં આજે

ભારતીય જનતા પાર્ટીના બી.એસ. યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય નક્કી થવાનું છે.

રાજ્યની 15 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામ આજે

જાહેર થશે. સરકારમાં રહેવા માટે ભારતીય જનતા પાર્ટીએ 7 થી

વધુ બેઠકો જીતવાની જરૂર છે, આવી સ્થિતિમાં, દરેકની નજર હવે આ

પરિણામો પર છે. ધારાસભ્યોની બદલી, અયોગ્યતા બાદ અહીં ચૂંટણીની જરૂર પડી હતી.

કર્ણાટકમાં ચૂંટણીની

મતગણતરી શરૂ થયા પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 15 બેઠકો પર

મતગણતરી શરૂ થઈ છે. પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં

આવી રહી છે.

આ 15 બેઠકો વિશે જે

એક્ઝિટ પોલ બહાર આવ્યા છે, તેમાં ભાજપ મોટાભાગની બેઠકો

પર જીત મેળવી રહી હતી, કેટલાક એક્ઝિટ

પોલમાં ભાજપને 8-10 બેઠકો બતાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ પેટા-ચૂંટણીઓ સાથે, વિધાનસભા બેઠકોનો

આંકડો 223 થઈ જશે, આવી સ્થિતિમાં, બહુમતી માટે 113 નો

આંકડો જરૂરી છે. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, ઉપરાંત તેમને

અપક્ષનો ટેકો છે. આજે જે 15 બેઠકો માટે પરિણામ આવશે તેમાં ભાજપને 7

કરતા વધારે બેઠકો જીતવી જરૂરી છે. કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો (11 બળવાખોર) છે, જેડીએસ પાસે 34

ધારાસભ્યો (3 બળવાખોર) છે.

કર્ણાટકની 15 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે. તેમાંથી, અઠાની, કાગવડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેન્નુર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર. પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પૂરા, હુનસુર શામેલ છે. તમને જણાવી દઇએ કે, પેટાચૂંટણી 17 બેઠકો પર યોજાવાની હતી, પરંતુ બે બેઠકો પર હાઇકોર્ટે મતદાન પર રોક લગાવી હતી.

Next Story