Connect Gujarat
ગુજરાત

ખેડા : “મંદી” કાપશે નડિયાદના પતંગ ઉદ્યોગનો “પેચ”, જુઓ શું છે કારણ

ખેડા : “મંદી” કાપશે નડિયાદના પતંગ ઉદ્યોગનો “પેચ”, જુઓ શું છે કારણ
X

500થી વધારે કારીગરો કરે છે પતંગોનું નિર્માણ

પતંગના પર્વ

ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે નડીયાદના પતંગના વેપારીઓને

મંદીનો ડર સતાવી રહયો છે. ચાલુ વર્ષે પતંગની માંગમાં ઘટાડો થતાં તેઓ ચિંતિંત જણાઇ

રહયાં છે.

ગુજરાતમાં

ઉત્તરાયણના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે અને તેમાંય નડીયાદમાં બનેલાં

પતંગોની બોલબાલા રહેતી હોય છે. નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. નડીયાદમાં ૧૦૦ ઉપરાંત ગૃહ ઉદ્યોગમાં ૫૦૦ જેટલા

પતંગના કારીગરો વિવિધ

પ્રકારની પતંગ બનાવતાં હોય છે. નડિયાદમાં બનેલી પતંગોની રાજયના અન્ય શહેરોમાં

નિકાસ કરવામાં આવે છે. નડિયાદમાં પતંગોનો ગૃહ ઉદ્યોગ બારેમાસ ચાલુ રહેતો હોય છે.

શહેરના ગાજીપુરા વિસ્તારમાં ૧૦૦ ઉપરાંત પતંગના ગૃહ ઉદ્યોગ આવેલાં છે. જેમાં નાની- મોટી તથા રંગબેરંગી પતંગો બનાવાય છે અને તેની

કિમંત ૫૦ પૈસા થી લઈને ૧૦ રૂપિયા સુધીની હોય છે. કારીગરો પરંપરાગત રીતે પતંગ

બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ એક મિનિટમાં ૭ જેટલા પતંગ બનાવે છે.તેઓ

ઉત્તરાયણ પહેલાં પતંગો બનાવવામાં વ્યસ્ત છે.જો કે મંદીની અસર પતંગના માર્કેટમાં પણ

જણાઈ રહી છે.જેને લઇ આ વર્ષે પતંગની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Next Story