Connect Gujarat
Featured

ખેડા : મકરસંક્રાતિ પર્વે નડીયાદમાં દાનની સરવાણી વહી,પણ ભિક્ષુકો ઓછા આવ્યા,જાણો કેમ

ખેડા : મકરસંક્રાતિ પર્વે નડીયાદમાં દાનની સરવાણી વહી,પણ ભિક્ષુકો ઓછા આવ્યા,જાણો કેમ
X

મકરસંક્રાંતિ પર્વે દાનનો મહિમા છે. દરવર્ષે નડીયાદ પારસ સર્કલ થી લઈને રેલવે સ્ટેશન પર વહેલી સવારથી ભિક્ષુકો લાઈનો લગાવીને ખીચોખીચ દાન સ્વીકારવા ગોઠવાઈ જતા હતા, પણ આ વર્ષે કોરોનાને લઇ ભિક્ષુકોએ પણ દાન લેવાનું ટાળ્યું હોય તેમ નડિયાદના માર્ગો પણ ભિક્ષુકોની ઓછી હાજરી જણાઈ હતી.

મકર સંક્રાંતિના પર્વ પર દાન ધર્મનો અનેરો મહિમા છે ત્યારે આજના દિવસે લોકો મોટા પ્રમાણમાં દાન કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે.ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિર નજીક પ્રતિવર્ષ મોટી સંખ્યામાં ભિક્ષુકો દાનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઊમટી પડતાં હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી અને સરકારની વિભિન્ન ગાઈડ લાઇનના કારણે ભિક્ષુકોનું જૂજ જ સંખ્યા જોવા મળી હતી. ગત વર્ષોમાં નડીયાદ પારસ સર્કલ થી લઈને રેલવે સ્ટેશન પર વહેલી સવારથી ભિક્ષુકો લાઈનો લગાવીને ખીચોખીચ દાન સ્વીકારવા ગોઠવાઈ જતા હતા, પણ આ વર્ષે કોરોનાને લઇ ભિક્ષુકોએ પણ દાન લેવાનું ટાળ્યું હોય તેમ નડિયાદના માર્ગો પણ ભિક્ષુકોની ઓછી હાજરી જોવા મળી હતી જોકે જેટલા ભિક્ષુકો હતા તેમને નડીઆદવાસીઓએ મન ભરીને દાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના આશીર્વાદરૂપી એક લાડુ અને એક રૂપિયો મંદિર દ્વારા દાનમાં આપવામાં આવતો હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ મંદિર દ્વારા આ પ્રકારનું દાન કરી પરંપરા યથાવત રાખવામા આવી હતી

Next Story