Connect Gujarat
Featured

ખેડા : પિતાના નકશે કદમ પર પુત્ર, જુઓ કેવી રીતે પ્રકાશ્યુ પોત..!

ખેડા : પિતાના નકશે કદમ પર પુત્ર, જુઓ કેવી રીતે પ્રકાશ્યુ પોત..!
X

ખેડા જિલ્લામાં નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાએ પોતાની જ તબીબ પુત્રવધુના દાગીના ગીરવે મુકી પુત્રને હિન્દુ યુવતી સાથે લંડન ભગાડી મુક્યો હતો, ત્યારે સમગ્ર મામલે પુત્રવધુએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે બુટલેગર માસુમ સહિત તેના પરિવાર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાએ તેના પુત્રને ઢાલ બનાવી લવજેહાદનો ખેલ ખેલ્યો છે. માસુમના પુત્ર અસીમના નિકાહ વર્ષ 2019ની તા. 14મી ડિસેમ્બરના રોજ ભરૂચની તબીબ યુવતી સાથે કરવામાં આવ્યા હતા, ત્યારે જે તે સમયે યુવતીના પરિવાર પાસેથી દહેજની માંગણી કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા 31 તોલા સોનું અને ટુકડે ટુકડે 5 લાખ રૂપિયા તેમજ કરિયાવરમાં તમામ ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો. છેલ્લા થોડા મહિનાથી અસીમના વ્યવહારમાં ફેરફાર આવતાં પત્નીને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં અસીમ નડિયાદ શહેરની જ એક હિન્દુ યુવતી સાથે પ્રેમફાગ ખેલી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મામલે અસીમને અને ત્યાર બાદ સસરા અને સાસુને વાત કરતાં તેઓએ પુત્રવધુને ધમકાવીને ચૂપ કરી દીધી હતી. ઇન્ટર્નશીપ ચાલુ હોવાથી પરિણીતા પોતાના પિયર ગઇ હતી. આ સમય દરમ્યાન માસુમે પુત્રવધુની જાણ બહાર તેના 31 તોલા દાગીના ગીરવે મુકી, પુત્ર અસીમને નડિયાદની હિન્દુ યુવતી સાથે લંડન ભગાડી દીધો હતો. ફ્લાઇટ ઉપડી ગયાં બાદ પુત્રવધુને ફોનથી માસુમે અસીમ લંડન જતો રહ્યો હોવાની જાણ કરતાં તે ઉશ્કેરાઇ હતી.

આ બાબતે બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર વાતચીત થયાં બાદ માસુમે મામલો થાળે પાડવા માટે અસીમને પરત બોલાવી લેવાની હૈયાધારણા આપી હતી. જોકે, પોતાની જાણ બહાર અસીમ નડિયાદની હિન્દુ યુવતીને લઇને લંડન ભાગી ગયો હોવાથી અંતે પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી આઘાત પામેલી અસીમની પત્નીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પતિ અસીમ મહિડા, સસરા માસુમ મહિડા, સાસુ શાયરા મહિડા, કાકા સસરા અજીત મહિડા, કાકી સાસુ શાયરા મહિડા તથા દેવર સાહિલ અજીત મહિડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નડિયાદના કૂખ્યાત માસુમ મહિડાએ પાંચેક વરસ પહેલા જ નડિયાદની જ અને તબીબ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી તેની સાથે નિકાહ પણ કરી લીધાં હતાં. આ સમયે નડિયાદ શહેરમાં ભારે વિરોધ ઊઠ્યો હતો. બુટલેગર માસુમ મહિડાને પકડી જેલ હવાલે કરવા રેલી, બંધ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આખરે તપાસ એટીએસને સોંપાતા એટીએસે જ માસુમ મહિડાને પકડી પાડ્યો હતો, ત્યારે હવે માસુમ મહિડાનો પુત્ર અસીમ અભ્યાસ અર્થે લંડન ગયો હતો. જ્યાં તેનો સંપર્ક નડિયાદની જ હિન્દુ યુવતી સાથે થતાં પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન બાદ પણ અસીમ હિન્દુ યુવતી સાથે પોતાના સંબંધો કાયમ રાખ્યો હતો. ઉપરાંત નિકાહ બાદ પોતાના હિન્દુ યુવતી સાથેના સંબંધોને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષિત યુવતી પતિની ચાલને ઓળખી ગઇ હતી. જેથી પત્નીને દાબમાં રાખવા અસીમે તેને વાંધાજનક ફોટા તેમજ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે આ મામલો લવજેહાદનો છે કે, કેમ તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Next Story