/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-6.jpg)
રાજકોટનાં પોલીસ કમિશ્નરે સતર્કતા દાખવી, કહ્યું 'કિકી ડાન્સ કરવો તે અગેન્સ્ટ ધ લો છે.'
ફિટનેશ ચેલેન્જ બાદ હવે દુનિયાભરમાં કીકી ચેલેન્જ ખૂબ જ લોકપ્રીય થઈ રહી છે અને હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. તો વડોદરાનાં કોમેડિયન રિઝવાના મીરે પોતાનો એક વીડિયો બનાવતાં વાયરલ થયો છે. આવા સંજોગોમાં કીકીનું ફીવર લોકોમાં પ્રસરે અને કોઈના જીવને જોખમ ઉભું કરે તે પહેલાં રાજકોટનાં પોલીસ કમિશ્નરે સતર્કતા દાખવી છે. અને એક નિવેદન આપી જનતાને આવું ન કરવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ આવું કરતાં પકડાશે તો તેની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
દુનિયા આખામાં જ્યારે આ કીકીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે તે ભારતમાં પણ આવશે એ વાત નક્કી છે. જેને લઈને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,
કિકી ડાન્સ કરવો તે અગેન્સ્ટ ધ લો છે.કાયદાની વિરુદ્ધમાં કૃત્ય કરવું તે હિતાવહ નથી. જો આ પ્રકારના કોઈ ડાન્સ કરતા પકડાશે. તો તેના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.