Connect Gujarat
ગુજરાત

કીમ : ધામરોડના ખોડલમાતાના મંદિરમાં ચોરી, જુઓ તસ્કરોના સીસીટીવી ફૂટેજ

કીમ : ધામરોડના ખોડલમાતાના મંદિરમાં ચોરી, જુઓ તસ્કરોના સીસીટીવી ફૂટેજ
X

ધામરોડમાં આવેલ ખોડલ માતાના મંદિરમાં તસ્કરો આખે આખી દાનપેટી ઉઠાવી ફરાર થઇ ગયાં છે. ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે.

તસ્કરો હવે મકાનો અને દુકાનોની સાથે મંદિરોને પણ

નિશાન બનાવી રહયાં છે. તસ્કરો હવે ભગવાનને પણ બક્ષી રહયાં નથી. વાત છે કોસંબા નજીક

આવેલ ધામરોડ ગામની જ્યાં ગત 21 તારીખના રાત્રીના બે તસ્કરો ગામની સીમમાં આવેલ ખોડલ માતાજીના મંદિરને નિશાન

બનાવ્યું હતું.મંદિરમાં પ્રવેશેલા બે તસ્કરો આખે આખી દાન પેટી ઉઠાવી ફરાર થઇ ગયાં

હતાં. આ ઘટના જાણ મંદિરના મહંત ને થતા આજુબાજુ માં દાનપેટીની તપાસ કરતા દાનપેટી

નજીક ના ખેતર માંથી મળી આવી હતી. હાલ તો કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે

તસ્કરો ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Next Story