Connect Gujarat
ગુજરાત

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું 93 વર્ષની વયે થયું નિધન

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું 93 વર્ષની વયે થયું નિધન
X

કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

કુંદનિકા કાપડિયાનું આપણા સાહિત્યમાં પાંચમાં દાયકામાં

કથાસર્જક તરીકે આગમન તે નારી જીવનને સ્પર્શતી એક ક્રાંતિકારી ધટના છે. એમના

જમાનાની કે સાંપ્રત સમયની નારી આર્થિક રીતે સમ્રુધ્ધ હોય કે ગરીબ સુશિક્ષીત હોય

અલ્પશિક્ષીત હોય કે અભણ કહેવાતા ઉજળિયાત વર્ણની હોય કે કહેવાત નિમ્ન વર્ણની

સામાજિક સ્તરે વિકાસશીલ હોય કે પછાત એવી બહુવિધ સ્થિતિઓ ધરાવતી નારીઓના જીવનની ગૂઢ

સમસ્યાઓમાંથી ઉઘડતી ઊપસતી રૂઢિગત દાંભિક સ્વાર્થપરસ્ત સમાજની કરૂણ ક્યાંક ગરવીલો

ક્યાક વરવી છબી એમની નવલકથાઓ તથા ટૂંકીવાર્તાઓમાં જુદી જુદી ઘટનાઓ રૂપે નિર્દેશાઈ

છે.

Next Story