Connect Gujarat
Featured

કચ્છ : 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

કચ્છ : 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
X

કોરોનાની મહામારીના માહોલ વચ્ચે ૧૦૯ દિવસ સુાધી ચાલેલા ધોરડો ખાતે રણોત્સવનું સમાપન 28 ફેબ્રુઆરીના રોજ થયું હતું. કોરોનાના કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો કે તેમ છતા એક લાખ 28 હજાર પ્રવાસીઓએ કચ્છના રણોત્સવની મજા માણી હતી આ દરમિયાન સરકારની તિજોરીમાં 1.31 કરોડ રૂપિયાની આવક થઈ છે.

કોરોના કહેર અને ચોમાસામાં ભારે વરસાદના પાણીના ભરાવા વચ્ચે ધોરડોના સફેદ રણમાં 12મી નવેમ્બરથી શરૂ થયેલ રણોત્સવનું આખરે 28મી ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. આ વર્ષે કુલ 1.28 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મજા માણી છે. તો આ રણોત્સવમાં પ્રવાસીઓના આગમન થકી સરકારની તિજોરીમાં રૂ.1.31 કરોડ ઠલવાયા છે.

કચ્છની અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીત લહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણ ની સજાવટ માટે અનેક સુવિધાઓ ઉભી કરી હતી. નવેમ્બર 2020માં કોરોનાની મહામારીના ડર વચ્ચે માત્ર ટેન્ટ સિટી જ ઊભી કરવામાં આવી હતી અને 12 નવેમ્બર થી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 109 દિવસ બાદ ૨૮મી ફેબ્રુઆરીના રણોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટે જણાવ્યું કે, આ વર્ષે રણોત્સવ દરમિયાન કુલ 1,28,838 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 21,415 વાહનોની અવરજવર થઈ હતી. કુલ મળીને સરકારને 1,31,37,000 જેટલી આવક થઈ હોવાનું ઉમેર્યું હતું.આ વખતે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સ્ટોલ અને સેલ્ફી પોઇન્ટ પણ ઉભા કરાયા હતા પીએમ મોદી,અમિત શાહ સહિતના નેતાઓની સાથે ફિલ્મી અભિનેતાઓ પણ આ વર્ષે રણની સહેલગાહે આવ્યા હતા. હાલમાં રણોત્સવ સંપન્ન થઈ જતા તંબુનગરી સમેટાઈ ગઈ છે.

Next Story