Connect Gujarat
ગુજરાત

કચ્છ: બે-ત્રણ દાયકાથી વિલંબિત ગાંધીધામ લીઝના પ્રશ્નનો ઉકેલ, લીઝ હોલ્ડરોને મળશે 98 ટકાની રાહત

કચ્છ: બે-ત્રણ દાયકાથી વિલંબિત ગાંધીધામ લીઝના પ્રશ્નનો ઉકેલ, લીઝ હોલ્ડરોને મળશે 98 ટકાની રાહત
X

કચ્છના ગાંધીધામની લીઝનો પ્રશ્ન છેલ્લા બે - ત્રણ દાયકાથી ગૂંચવાયેલો પડ્યો હતો જેનો આજે સુખદ અંત આવ્યો છે જમીનની ટ્રાન્સફર ફી ઘટાડવાના પરિપત્રની અમલવારી શરૂ થતાં સમગ્ર સંકુલ માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે.

એશિયાના મહાબંદરોમાં જેની ગણના થાય છે તેવા કંડલાના દીનદયાળ પોર્ટમાં લિઝનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતો જેનો આજે સુખદ અંત આવ્યો હતો. આ મુદ્દે લાંબા સમયથી લડત ચલાવાઇ રહી હતી. બે થી ત્રણ દાયકાની લાંબી લડત, ઉગ્ર આંદોલનો અને કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયના પ્રયાસો થકી આ નિર્ણય લેવાઈ શક્યો છે. પોર્ટ ચેરમેન એસ.કે.મહેતાએ ખુશહાલી સાથે જણાવ્યું કે,ગાંધીધામ લેન્ડ ટ્રાન્સફર ફી ઘટાડવાના સર્ક્યુલરની આજથી અમલવારી થશે જેમા લીઝ હોલ્ડરોને 98 ટકા રાહત મળશે માત્ર બે ટકા જ રકમ ભરવાની રહેશે. નવા રેટ મુજબ જ જમીન ટ્રાન્સફરના ભાવ વસુલાશે. સમગ્ર ગાંધીધામ શહેરની જનતાના અંદાજીત 29 હજાર લીઝ હોલ્ડરોને આનો લાભ મળવાપાત્ર થશે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરના પૂર્વજો વડીલો ઘણા લાંબા સમયથી આ મુદ્દે લડતા આવ્યા છે જેની લડાઈનો આજે સુખદ અંત આવ્યો છે. શિપિંગ મંત્રી મનસુખ માન્ડવીયા, સેક્રેટરી ગોપાલકૃષ્ણ અને કંડલા પોર્ટની ટિમ,ચેમ્બર ઓફ કોમર્સ સહિતના પ્રયાસો થકી જ્વલંત પરિણામ રૂપે આ નિર્ણયનો ગાંધીધામની જનતાને લાભ મળશે અને ગાંધીધામ ફરી વિકાસના પાટે ચડશે લીઝ ટ્રાન્સફર ફીમાં ઘટાડા થકી ગાંધીધામની જનતામાં ભારે ખુશીની લાગણી છવાઈ જવા પામી છે જે હકીકત છે. તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યુ હતું.

Next Story