Connect Gujarat
ગુજરાત

કચ્છ : માંડવી બીચ ફેસ્ટિવલનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ, જાણો બીચ ફેસ્ટિવલમાં કયા કયા છે આકર્ષણો..!

કચ્છ : માંડવી બીચ ફેસ્ટિવલનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ, જાણો બીચ ફેસ્ટિવલમાં કયા કયા છે આકર્ષણો..!
X

કચ્છના રમણીય માંડવી દરિયા કિનારે આજથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે સફેદ રણના ટેન્ટ સિટીની જેમ માંડવી બીચ ફેસ્ટિવલ દરમ્યાન બીચ પર બનાવેલા વ્હાઇટ સેન્ડ પણ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવશે.

ધોરડો વાઇટ રણમાં ટેન્ટ સિટીએ આકર્ષણ જમાવ્યા બાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ટેન્ટ સિટી ઉભી કરાઈ છે, ત્યારે હવે આજથી

કચ્છના માંડવી બીચ પર 2 માસ સુધી ચાલનારા બીચ ફેસ્ટિવલનો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આરંભ કરવામાં આવ્યો છે. જેમાં ઉભી કરાયેલી ટેન્ટ સિટી

લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ક્ચ્છ પ્રવાસન ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે, તેવામાં સફેદ રણ બાદ

હવે માંડવી બીચનો પણ વિકાસ થઈ રહ્યો છે. માંડવીમાં દર વર્ષે ટેન્ટ સિટી ઉભી કરી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે, તેવી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન ક્ષેત્રમાં હબ બન્યા બાદ ક્ચ્છ પ્રવાસનમાં જગ વિખ્યાત

બન્યું છે.

માંડવી બીચ પર દરરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે રહેવા માટે 50 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. બીચ ફેસ્ટિવલ દરમ્યાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ફૂડ સ્ટોલ, ક્રાફટ સ્ટોલ, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી, કેમલ રાઈડ, પેરાગ્લાઇડિંગ સહિત

એડવેન્ચર પ્રવૃતિઓ સહેલાણીઓને અનેરા આનંદની અનુભૂતિ કરાવશે. આગામી સમયમાં ઉનાળો

આવી રહ્યો છે ત્યારે બીચ ફેસ્ટિવલને માણવા વધુમાં વધુ લોકો માંડવીના મહેમાન બનશે. તો આ સાથે જ ધોરડો ખાતે ત્રીદિવસીય રાષ્ટ્રીય પ્રવાસન સમિટનો પણ

આરંભ કરવામાં આવ્યો હતો.

Next Story