/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-65.jpg)
ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ દરમિયાન કચ્છ ધણીયાળી માં આશાપુરાના માતાના મઢમાં શ્રદ્ધાળુઓ મા ના આશીર્વાદ મેળવવા ઉમટી રહ્યા છે. સાથે જ અહીં આરતી, રાસ ગરબામાં પણ ભાવિકો જોડાઈ રહ્યા છે.
માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રી ની જેમ ચૈત્રી નવરાત્રિમાં પણ ભાવિકો પગપાળા દર્શને આવે છે.મઢ માં નવરાત્રી દરમિયાન માતાજીને રોજ અલગ અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે તો અહીં માતાજીની ગરબી સ્થાપીને દરરોજ પૂજા અર્ચન કરવામાં આવે છે ભાવિકો દર્શનનો લાભ લઇ ધનયતા અનુભવે છે સાથે જ અહીં નવરાત્રી ના દરરોજ ગરબાનું પણ આયોજન કરાય છે.ભાવિકો મા ના મઢ માં ગરબે ઝૂમીને અનોખો આનંદ મેળવી રહ્યા છે.આશાપુરા માતાજીના માતા ના મઢ નું કચ્છ સહિત ગુજરાત મુંબઈમાં અનેરું ધાર્મિક મહત્વ છે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મા ના દર્શન કરવા નવરાત્રીમાં આવી રહ્યા છે.અહીં 365 દિવસ ભંડારો શરૂ હોય છે. હાલે નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા અહીં વધવા પામી છે.