/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/22135046/vlcsnap-2020-09-22-13h40m16s494.jpg)
છેલ્લા 7 મહિના બાદ કચ્છમાં પ્રથમ પેસેન્જર ટ્રેનની સવારી ફરી શરૂ થવા જઈ રહી છે, ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ મુસાફરોએ કોવિડ-19 ગાઈડલાઈનની અમલવારી અચૂકપણે કરવી પડશે, અન્યથા કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે.
ભુજથી દાદર જતી સયાજીનગરી ટ્રેન શરૂ કરવામાં આવનાર છે, ત્યારે કોવિડ-19 અંગે તમામ તકેદારી રાખવી જરૂરી બની છે. કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે મુંબઈથી આવનાર તમામ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે. ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરતાં તમામ મુસાફરોને માસ્ક અને સેનેટાઈઝ કરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે.
કચ્છ જિલ્લામાં હાલ 1800થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે, ત્યારે કોવિડ-19 અંગે તમામ તકેદારીના પગલાં લેવા જરૂરી બન્યા છે. આ બાબતે રેલ્વે તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સંકલન સાધી મુસાફરોને કોવિડ-19 નિયમો પાળવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.