Connect Gujarat
Featured

કચ્છ : હાડ થીજવતી ઠંડી અને બર્ફીલા પવનથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

કચ્છ : હાડ થીજવતી ઠંડી અને બર્ફીલા પવનથી જનજીવન થયું અસ્તવ્યસ્ત
X

સરહદી ક્ચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ઉતરોતર ગગડી રહ્યો છે. હાડ થીજવતી ઠંડી સાથે બર્ફીલા પવનોએ જનજીવન સ્થગિત કરી નાખ્યું છે.

કચ્છમાં નલિયા સૌથી વધુ ઠંડુ મથક છે, ત્યારે ભુજમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. ક્ચ્છ વિશાળ જિલ્લો છે. અહીં મુખ્ય વ્યવસાય પશુપાલન છે, ત્યારે પશુઓ સીમાડામાં ઠંડીનો સામનો કરી ધ્રુજી રહ્યા છે. માલધારીઓ પણ ઠંડીની મોસમમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જોકે ખેતી માટે સારા સમાચાર છે. સવારે ગાઢ ઝાકળનો અનુભવ થાય તો સાંજે 6 વાગ્યાની સાથે અંધારું થઈ જાય છે. બજારોમાં પણ ભીડ જોવા મળતી નથી. ભુજ,અંજાર, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભચાઉ, રાપર, લખપત અને અબડાસાના લોકો હાલમાં કચ્છની અંદર લોકો જાણે કાશ્મીર જેવી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

Next Story