Connect Gujarat
Featured

કચ્છની કુદરતી કોતરો ‘‘કાળીયો ધ્રો’’ ન્યુયોર્ક ટાઈમ્સમાં ચમકી, કોણ છે ગુમનામ અને અજાણ સ્થળને વૈશ્વિક ફલક પર ચમકાવનાર,વાંચો

કચ્છની કુદરતી કોતરો ‘‘કાળીયો ધ્રો’’ ન્યુયોર્ક ટાઈમ્સમાં ચમકી, કોણ છે ગુમનામ અને અજાણ સ્થળને વૈશ્વિક ફલક પર ચમકાવનાર,વાંચો
X

ભુજના પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર યુવાન વરુણ સચદેએ કચ્છની ગુમનામ અને અજાણ રહેલી કાળિયા ધ્રોને વિશ્વના નકશા પર ચમકાવી દીધી છે આ સ્થળે રંગબેરંગી ખડકો આવેલા છે ન્યુયોર્ક ટાઈમ્સમાં તેને સ્થાન મળ્યા બાદ હાલમાં આ સ્થળની ભારે ચર્ચા થઈ રહી છે

ભુજ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી તેમજ સામાજીક અગ્રણી શંકરભાઈ સચદેના પૌત્ર અને એડવોકેટ ઉમેશ સચદેના પુત્ર વરૂણ સચદેએ કચ્છની કાળિયા ધ્રો નામની જગ્યાને વિશ્વના નકશા પર ચમકાવી છે લોકો ક્ચ્છ આવે એટલે માંડવી બીચ,સફેદ રણ જાય છે પરંતુ એવી કેટલીય જગ્યાઓ છે કે જે લોકોના મન મોહી લે છે. કાળિયા ધ્રો નખત્રાણા તાલુકામાં આવેલ છે..આ અંગે વરૂણ સચદેએ જણાવ્યું કે, ધ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે દુનિયામાં જોવાલાયક પર સ્થળોની યાદી પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૧ની જે યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં કચ્છના એક સ્થળને પણ સ્થાન મળ્યું છે. પરંતુ આ સ્થળ કચ્છનું પ્રસિદ્ધ સફેદ રણ નહીં પણ ‘‘કાળીયો ધ્રો’’ નામની જગ્યા છે. વર્ષ ર૦ર૧ની આવી યાદી બહાર પાડવા માટે ધ ન્યુયોર્ક ટાઈમ્સ પાસે ર૦૦૦ જેટલી એન્ટ્રીઓ આવેલી હતી. જેમાંથી પસંદ કરવામાં આવેલી બાવન સ્થળોમાં કચ્છના કાળિયા ધ્રોની પસંદગી થતા કચ્છને પ્રવાસન નકશામાં વિશ્વસ્તરે સ્થાન મળેલું છે.

નોંધનીય છે કે,વરુણ સચદેએ છેલ્લા પ વર્ષમાં તેઓએ ૩પ દેશો તથા ભારતીય ર૪ રાજ્યોમાં એકલા ભ્રમણ કર્યો છે. તેઓ ટ્રાવેલ રાઈટર અને ટ્રાવેલ ફોટોગ્રાફર છે. નાશ પામતી સંસ્કૃતિ, મૃતપાય થઈ રહેલી ભાષાઓ, એથેનીક માઈનોરીટીસ, જંગલી પ્રાણીઓ તથા શરણાર્થીઓ, સર્કસ મંડળીઓ, વણજારાઓમાં સ્થાળાંતરના કારણો તથા તેના પરિણામો તેમના રસના વિષયો છે. લેખકે પોતાની સોલો ટ્રાવેલર તરીકેની મુસાફરીના લખેલા અનુભવો તથા ફોટોગ્રાફસ તેમના બ્લોગ પર ઉપલબ્ધ છે.

કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે આવેલ સ્થળ ઓળખાઈ છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) નામથી. આ સુંદર જગ્યા અજાણ અને ગુમનામ રહી છે. ઘણાં ઓછા લોકો તેના વિશે જાણે છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. જોઈને આશ્ચર્ય થાય કે ખડકો આટલા અલગ-અલગ રંગના કેવી રીતે હોઇ શકે ? ત્યારે આ અદભૂત સ્થળની મુલાકાત અચૂક લેવી જોઈએ

Next Story