Connect Gujarat
ગુજરાત

જાણો કેમ ભારત સરકાર ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરશે

જાણો કેમ ભારત સરકાર ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરશે
X

ભારત સરકાર વોટર આઇડી સાથે આધાર કાર્ડ લિન્ક કરવાનું ફરજિયાત બનાવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયદા વિભાગે આ મામલે ચૂંટણી પંચ તરફથી મળેલી ભલામણોને સ્વીકારી લીધી છે. મંત્રાલય દ્વારા આ કાયદા માટે કેબિનેટ માટે તૈયાર કરેલી નોટ કેબિનેટ કમિટીમાં રજૂ કરવામાં આવશે. મંત્રાલયે સ્પષ્ટતા સાથે જણાવ્યુ છે કે આ પ્રક્રિયામાં ડેટા ચોરીની આશંકાને ખતમ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આધાર કાર્ડને વોટર આઇડી સાથે લિન્ક કરવા માટે કાયદા મંત્રાલયે કેટલીક શરતો પણ માન્ય રાખી છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી ચૂંટણી પંચ વોટર આઇડીને આધાર સાથે લિન્ક કરવા માટે કાયદાકીય અધિકાર મેળવશે. આ તરફ ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવામાં ચૂંટણી પંચે તર્ક આપ્યો છે કે આ પ્રક્રિયાથી ડુપ્લીકેટ એન્ટ્રી અને ખોટા મતદાતાઓને બહાર કાઠવામાં મદદ મળશે. સુધારામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આધાર નંબર ન આપવાની સ્થિતિમાં કોઇનું પણ નામ મતદાતા યાદીમાંથી હટાવવામાં નહી આવે અને ઇનરોલમેન્ટ પર પ્રદાન થશે. લોકસભા ચૂંટણી 2019ના આંકડા મુજબ દેશમાં 90 કરોડ વોટર છે અને તેટલા જ લોકો પાસે આધાર કાર્ડ પણ છે.

Next Story