Connect Gujarat
લાઇફસ્ટાઇલ

શું તમે તો નથી ખાતાને પ્લાસ્ટિકના ચોખા? ફટાફટ ઓળખી લો આ ત્રણ રીત

આજ કાલ બજારની ચીજો પર ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને ખાવાની ચીજો શાક, દૂધ, પનીર, દાળ અને ચોખામાં મિલાવટ જોવા મળે છે.

શું તમે તો નથી ખાતાને પ્લાસ્ટિકના ચોખા? ફટાફટ ઓળખી લો આ ત્રણ રીત
X

આજ કાલ બજારની ચીજો પર ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને ખાવાની ચીજો શાક, દૂધ, પનીર, દાળ અને ચોખામાં મિલાવટ જોવા મળે છે. આ મિલાવટ તમારી હેલ્થને નુકશાન કરી શકે છે. હદ તો ત્યારે થઈ જાય જ્યારે બજારમાં પ્લાસ્ટિકના ચોખા આવવા લાગ્યા. પ્લાસ્ટિક પર્યાવારણ માટે પણ એટલુ નુકશાન કારક છે તો વિચારો કે એ આપના શરીર માટે કેટલું હાનિકારક હશે? હાલમાં બજારમાં પ્લાસ્ટિકના ચોખા વેચાઈ રહ્યા છે. તેને જોઈને તમે તેની પરખ કરી શકશો નહીં. તેને રાંધ્યા બાદ તેની ઓળખ થઈ શકે છે. તો જાણો ચોખાની ખરીદી સમયે કઈ રીતે તમે તે અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકશો.

ચોખાને સળગાવો

જો તમારે ચોખા અસલી છે કે નકલી તેની ઓળખ કરવી હોય તો ઍક ચોખાનો દાણો લઇ તેને સળગાવો. તેને સળગાવતી વખતે જો પ્લાસ્ટિકની સ્મેલ આવે તો સમજવું કે ચોખા નકલી અને પ્લાસ્ટિક ના બનેલા છે.

પાણીમાં ડૂબાળીને

અસલી અને નકલી ચોખા ઓળખવા માટે એક ચમચી ચોખાને પાણીમાં દૂબળી રાખો. જો ચોખા પાણીની ઉપર તરે તો સમજવું કે તે ચોખા પ્લાસ્ટિકના છે કારણ કે પ્લાસ્ટિક પાણીમાં તરે છે. અને જો ચોખા પાણીમાં ડૂબી જાય તો તે ચોખા અસલી છે.

તેલમાં મિક્સ કરીને

નકલી ચોખાની ઓળખ કરવા માટે એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં ચોખા મિક્સ કરો. જો ચોખા ઓગળી જાય કે ચોંટવા લાગે તો તે નકલી હશે. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ના હોય.

Next Story