Connect Gujarat
ગુજરાત

મહેસાણા : દેદિયાસણ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ આગ કાબુમાં

મહેસાણા : દેદિયાસણ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ આગ કાબુમાં
X

મહેસાણા: શહેરની દેદિયાસણ જીઆઇડીસીમાં બીજી લાઇનમાં 295 બી/પ્લોટમાં કલરનો કાચો માલ બનાવતી મેલસોન રેઝિન કંપનીમાં કારીગર કેમિકલ ભેળવતા સમયે આગ ભભૂકી ઊઠી હતી અને કેમિકલના કારણે જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા છવાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભય સાથે અફડાતફડી મચી ગઇ હતી.

આગની જાણ થતાં પાલિકા અને ઓએનજીના 4 ફાયર ફાયટરે દોડી આવી સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી.
આગ ઓલવવામાં અંદાજે 1.80 લાખ લિટર પાણીનો ઉપયોગ થયો હતો.ઉલ્લેખનીય છે કે, તમામ કારીગરો કંપની બહાર દોડી જતાં જાનહાની ટળી હતી. એક કારીગર હાથના ભાગે ઝાળ લાગતાં દાઝ્યો હતો. બાજુમાં આવેલી ગાદલાંની ફેક્ટરીમાંથી તાબડતોબ સામાન ખસેડી લેવાયો હતો.

Next Story