Connect Gujarat
ગુજરાત

મન કી બાત : લોક ડાઉન દરમિયાન ગરીબોને મુશ્કેલી પડી હોવાનું સ્વીકારતા વડાપ્રધાન મોદી

મન કી બાત : લોક ડાઉન દરમિયાન ગરીબોને મુશ્કેલી પડી હોવાનું સ્વીકારતા વડાપ્રધાન મોદી
X

મન કી બાત કાર્યક્રમનો 63માં એડીશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું- આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા થઈ રહી છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. આ તમામને હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આમ કરવાનું મન થતું નથી, પરંતુ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના માણસને ખત્મ કરવાની જીદ્દ પરઅડયો છે. તેથી સૌ કોઇને એકજૂટ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે એ ગફલતમાં ન રહેતા કે દેશ બરબાદ થઇ જશે. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોદ્ધા છે જે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

ડોક્ટર્સ,

નર્સ અને તમારા જેવા અન્ય સાથીઓની મદદથી આપણે કોરોના વિરુદ્ધ લડાઇ લડી શકીએ

છીએ. અમે આ લોકો માટે 50 લાખના હેલ્થ કવરની જોગવાઇ કરી છે. બેંગલુરૂના નિરંજને લખ્યું છે કે આવા

લોકો ડેલી લાઇફના રિયલ હીરો છે. આજે તમારી આસપાસના કરિયાણાની દુકાન ચલાવનારા, ડ્રાઇવર્સ વિશે વિચારો

જેઓ જોખમ ઉઠાવીને પણ લોકોની સેવામાં લાગ્યા છે. બેન્કિંગ કર્મચારી પણ સતત કામમાં

લાગેલા છે. તમારા ઘરે ડિલીવરી પહોંચાડનાર ઇ કોમર્સના કર્મચારીઓનો પણ ધન્યવાદ કરવો

જોઇએ.

Next Story