Connect Gujarat
ગુજરાત

મહેસાણા : બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, BAASના કાર્યકરોએ ડે.સીએમના કાર્યાલયનો કર્યો ઘેરાવો

મહેસાણા : બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, BAASના કાર્યકરોએ ડે.સીએમના કાર્યાલયનો કર્યો ઘેરાવો
X

બંધારણીય અનામત આંદોલન સમિતિ દ્વારા મહેસાણા બંધનું

એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે શરૂઆતમાં

મહેસાણાના બજારો રાબેતા મુજબ ખુલતા બંધારણીય અનામત

આંદોલન સમિતિના સભ્યો તેમજ પ્રદર્શનકર્તાઓ દ્વારા

મહેસાણા બંધ કરાવવામાં આવ્યું હતું.

હાલ રાજ્યભરમાં LRD ભરતીના મામલે વિવાદ વકર્યો છે, ત્યારે સરકાર અમાનત અને બિન અનામત સમાજમાંથી કોઈ પણ સમાજને નારાજ કરવા માંગતી નથી. જેથી

ઠરાવને લઈ મામલો ગુંચવાતો જઈ રહ્યો છે, ત્યારે આ ઠરાવને

તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં

આવે તેવી માંગણી સાથે મહેસાણા બંધનું એલાન આપવામાં

આવ્યું હતું.

બંધારણીય અનામત આંદોલન સમિતિના કાર્યકરો તેમજ SC, ST અને OBC સમાજ દ્વારા સર્કિટ હાઉસમાં મહેસાણા બંધના

એલનના પગલે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં સવારે બંધની અસર જોવા ન મળતા બંધારણીય અનામત આંદોલન સમિતિના

સભ્યો સહિત પ્રદર્શનકર્તાઓ દ્વારા માનવ આશ્રમ ચોકડીથી

ટોળાં સ્વરૂપે નીકળી બજારો બંધ કરાવ્યા હતા, ત્યારે બજારો બંધ કરાવતાની સાથે જ મહેસાણા ભારતીય જનતા

પાર્ટીની કમલમની ઓફિસ પણ બંધ

કરાવી હતી. ઉપરાંત રાજ્યના

નાયબ મુખ્યમંત્રી તેમજ મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલના

કાર્યાલય સામે નીતિન પટેલના હાય

હાયના નારા પણ લગાવ્યા હતા. બંધારણીય

અનામત આંદોલન સમિતિના કાર્યકતાઓ દ્વારા મહેસાણા બંધના પગલે ચીમકી ઉચ્ચારાઈ હતી કે, આજે મહેસાણા બંધ કરવામાં આવ્યું છે. જો સરકાર હજી પણ આ

ઠરાવ રદ્દ નહિ કરે તો, આગામી દિવસોમાં ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવશે. મહેસાણા બંધના પગલે

ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાજર રહેતા કોઈ પણ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન

હતો.

Next Story