Connect Gujarat
Featured

મહેસાણા: ઓછા મતદાનમાં પણ એવરેજ 75 ટકા લાભ ભાજપને, જુઓ ભાજપના કયા મોટા નેતાએ આશા વ્યક્ત કરી

મહેસાણા: ઓછા મતદાનમાં પણ  એવરેજ 75 ટકા લાભ ભાજપને, જુઓ ભાજપના કયા મોટા નેતાએ આશા વ્યક્ત કરી
X

મહેસાણા નગરપાલિકાની ચુંટણીને લઈ હાલ ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ દ્વારા મહેસાણા શહેરમાં બે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ૪૦ કરતાં વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો હતો.

મહેસાણા શહેરના વોર્ડ 1 અને વોર્ડ 5 ની વિજય ટંકાર સમલેન રાધનપુર રોડ ખાતે જ્યારે વોર્ડ 4 અને 10 ના વોડ માટે પીલાજી ગંજ ખાતે ટંકાર સંમેલન યોજવામાં આવ્યું હતું . આ સમલેનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ આગામી નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકો માટે મિશન 44 ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં સફળતા મળવાની આશા વ્યક્ત કરી હતી તેમજ મહાનગરોમાં ઓછું મતદાનને લઈ પણ નિવેદન આપ્યું હતું કે મહાનગરપાલિકા નું મતદાન વિધાનસભા વખતે પણ ઓછું થતું હોય છે. મોટા શહેરોમાં લોકો અન્ય રાજ્યમાંથી બહારથી આવતા લોકો સ્થાનિક ઉમેદવારથી ઓછા પરિચિત હોય છે. જેથી મતદાનમાં નિરશતા જોવા મળતી હોય છે. ઓછા મતદાનથી ભાજપ ને કોઈ નુકશાન થવાનું નથી. ઓછા મતદાનમાં પણ એવરેજ 75 ટકા લાભ ભાજપને મળવાની આશા વ્યક્ત કરી હતી.

Next Story