Connect Gujarat
Featured

મહેસાણા- પઠાણ બંધુઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડમી શરૂ કરાઇ, જુઓ ઈરફાન પઠાણે શું કહ્યું

મહેસાણા- પઠાણ બંધુઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડમી શરૂ કરાઇ, જુઓ ઈરફાન પઠાણે શું કહ્યું
X

ક્રિકેટ આઈકોન પઠાણ બંધુઓ દ્વારા હવે મહેસાણામાં આંતર રાષ્ટ્રીયકક્ષાની ક્રિકેટ એકેડમી શરૂ કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન ઈરફાન પઠાણના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉત્તર ગુજરાતના ક્રિકેટ રસિકો માટે હવે મહેસાણામાં ઇરફાન પઠાણ સંચાલિત ક્રિકેટ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે જેના ઉદ્ઘાટન માટે ક્રિકેટ આઇકોન ઈરફાન પઠાણ આજે મહેસાણા પહોંચ્યા હતા. મહેસાણામાં cap એટલે કે ક્રિકેટ એકેડેમી ઓફ પઠાણ બંધુ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના માધ્યમથી ઉત્તર ગુજરાતના ક્રિકેટ રસિકો કે, જેઓએ ઇન્ટરનેશનલ કક્ષાની ક્રિકેટ પ્રેક્ટીસ માટે અમદાવાદ, વડોદરા અને મુંબઈ જવું પડતું હતું તે હવે મહેસાણામાં જ પ્રેક્ટીસ કરી શકશે.

આ એકેડેમીમાં ઇન્ટરનેશનલ કક્ષાની પિચ તૈયાર કરાઈ છે. જેમાં ૪ એસ્ટ્રો, ૪ ટ્રફ, અને ૨ સિમેન્ટ વિકેટ બનાવાઈ છે. વિકેટ માટે ઉપયોગમાં લેવાતી માટી પણ બહારથી મંગાવાઈ છે. જેમાં પીચ વિઝન ટેકનોલોજી યુ.કે.બ્રાંડનો ઉપયોગ કરાયો છે. એટલે કે, અહી ઇન્ટરનેશનલ સ્ટેડીયમ કક્ષાની પીચ તૈયાર કરાઈ છે. મહેસાણા પહોંચેલા ઈરફાન પઠાણે પોતાની પ્રથમ ફિલ્મ કોબ્રા મુદ્દે પણ ખૂબ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જેમાં તેઓએ ઇન્ટરપોલ ઓફિસરની ભૂમિકા ભજવી રહયા છે.

Next Story