Connect Gujarat
Featured

મહેસાણા : મકતુંપુર પાસે અંડરબ્રિજની લોકોની માંગ, જો બ્રિજ નહિ બને તો જુઓ સ્થાનિકોએ શું આપી ચીમકી

મહેસાણા : મકતુંપુર પાસે અંડરબ્રિજની લોકોની માંગ, જો બ્રિજ નહિ બને તો જુઓ સ્થાનિકોએ શું આપી ચીમકી
X

મહેસાણાના પાલનપુર હાઇવે પર આવેલાં મકતુંપુર ગામ પાસે અંડરબ્રિજની માંગણી પુર્ણ નહિ થતાં ત્રણ ગામના લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અંડરબ્રિજ નહિ બનવાને કારણે અકસ્માત વધી રહયાં છે અને લોકો જીવ ગુમાવી રહયાં છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહયાં છે. પોતાના પડતર પ્રશ્નો અને સમસ્યાઓ વિશે નેતાઓનો કાન આમળવાની મતદારોને તક મળી છે. માત્ર ચુંટણીના સમયે વાયદા કરી જવાબદારીમાંથી છટકી જતાં નેતાઓએ મતદારો હવે પાઠ ભણાવવા સજજ બન્યાં છે. મહેસાણાના ઊંઝા તાલુકાના 3 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

મકતુંપુર ગામ પાસે અંડરબ્રિજ બનાવવાની માંગણી સામે તંત્ર આંખ આડા કાન કરી રહયું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે. આજે સોમવારના રોજ મકતુંપુર, ટૂંડાવ, અમૂઢ ગામના સરપંચો અને ગ્રામજનોની સભા મળી હતી અને આ સભામાં મહેસાણા - પાલનપુર સિક્સ લેન હાઇવે બની રહ્યો છે ત્યાં મકતુંપુર મુકામે અંડરબ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે. જો બ્રિજ બનાવવામાં નહિ આવે તો ભુખ હડતાળની પણ ચીમકી આપવામાં આવી છે.

Next Story