MI કંપનીનો મોબાઈલ ફોન ખરીદ્યા બાદ અવાર નવાર ફોન ગરમ થતાં યુવાનો કંપનીમાં જાણ કરી હતી
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતા એક યુવાને ચાર મહિના પહેલાં નવો નક્કોર મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જે વાવંવર ગરમ થઈ જતાં તે રિપાર કરવની માંગ કંપની પાસે કરી હતી. આજે ફરીથી ફોન ગરમ થઈ જતાં એક દુકાને બતાવવા માટે જતાં ફોનમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે દુકાને આવેલાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે મોબાઈલને સેસ્ટીંગ માટે બહાર મુકાતાં કોઈ જાનહાની નંધાયી નથી.
વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા અનિલ યાદવે 4 મહિના પહેલાં એમઆઈ કંપનીનો નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જે ફોન વારંવાર ગરમ થઈ જતાં કંપનીમાં પણ તે અંગે જાણ કરી હતી. જોકે કંપની તરફતી કોઈ રિસ્પોન્સ ન મળતાં આખરે યુવાન નજીકમાં આવેલી મોબાઈલની દુકાનમાં ફોન બતાવવા માટે ગયો હતો. જ્યાં મોબાઈલ દુકાનની બહાર ટેસ્ટિંગ માટે મોબાઈલને ટેબલ ઉપર મૂકવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક તેમાંથી ધૂમાડા નીકળવા લાગતાં નજીકમાં ઉભેલા લોકોમાં દોડધામ મચી હતી. બાદમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અન્ય લોકો માટે ચેતવણી ચોક્કસ કહી શકાય.