મોડાસા શહેરમાં પીવાના પાણીનો કકળાટ: પાણીની પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ થી નગરજનો ત્રાહિમામ

New Update
મોડાસા શહેરમાં પીવાના પાણીનો કકળાટ: પાણીની પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ થી નગરજનો ત્રાહિમામ

અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. મોડાસા શહેરમાં પુરા પડાતા પાણીના જથ્થામાં પણ કાપ મૂકી એકાંતરે પાણીનું વિતરણ નગરપાલિકા તંત્ર કરી રહી છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અને અનિયમિત પાણીનો જથ્થાના વિતરણ થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. મોડાસાના સિદ્ધિવિનાયક મંદિર નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા આજુબાજુની ૧૦ થી વધુ સોસાયટીના રહીશોએ પાણી વગર ટળવળવુ પડ્યું હતું.

મોડાસા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. નગરપાલિકા તંત્ર કુવા, બોર અને માઝુમ ડેમના તળ ઊંડા જતા આંતરા દિવસે પાણી આપવાની ફરજ પડી છે. એકાંતરે દિવસે પણ તંત્રની બેદરકારીના પગલે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ડીપ વિસ્તારમાં આવેલી અલંકાર, દેવભૂમિ અને ગણપતિ મંદિર વિસ્તારમાં પાણી આવીને બંધ થઈ જતા નગરજનો પાણી વગર તળવળ્યા હતા. જોકે નગરપાલિકાએ રાત્રીના સુમારે પાણીનો પ્રવાહ બંધ કરી સમારકામ હાથધર્યું હતું.

એકબાજુ પાણીની વિકટ સમસ્યા અને બીજીબાજુ તંત્રની બેદરકારીના પગલે વારંવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો, લાખો લીટર પાણીનો વેડફાટ થતા નગરજનોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Latest Stories