Connect Gujarat
સમાચાર

મુંબઇમાં વધુ 1નું મોત, 40 વર્ષીય મહિલા કોરોનાનો શિકાર

મુંબઇમાં વધુ 1નું મોત, 40 વર્ષીય મહિલા કોરોનાનો શિકાર
X

મહારાષ્ટ્રમાં મુંબઇની એક 40 વર્ષીય મહિલા કોરોના વાઇરસનો શિકાર થઈ હતી. જેનું રવિવારે મુંબઇમાં મોત નીપજ્યું હતું. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનાર લોકોનો આંકડો વધીને 7 પર પહોંચ્યો છે.

હાલમાં કોરોનાથી જે 40 વર્ષીય મહિલા મોત થયું છે. તેને એમસીજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ તેનું મોત થયું છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વિશે અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અફવા ફેલાવવાના મામલામાં 36 એફઆઈઆર નોંધાઈ છે, જ્યાં કોરોના વાયરસનો સૌથી વધુ મોત થયાં છે. અહીં દરરોજ નવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.દેશમાં અત્યાર સુધીમાં 1045 કેસ નોંધાયા છે. આજે મહારાષ્ટ્રમાં 7 કેસ અને એક મહિલાનું મોત થયું છે. આ સિવાય કાશ્મીરમાં 5, ગુજરાતમાં 3 અને એકનું મોત થયું છે. રાજસ્થાનમાં 1 સંક્રમિત કેસ સામે આવ્યો છે.

Next Story