મુંબઈમાં એન્ટી-ડ્રગ સેલ (ANC) એ રાજસ્થાનના 65 વર્ષીય વ્યક્તિની 3 કરોડ રૂપિયાના હેરોઈન સાથે ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી પ્યારે અમાનુલ્લા ખાન તરીકે થઈ છે.
ANCને બાતમી મળી હતી કે રાજસ્થાનથી રેલ્વે અને રોડ માર્ગે મુંબઈમાં ડ્રગ્સનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તે પછી જ શનિવારે ANC દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતીના આધારે, ANC ટીમે ઉપનગરીય બોરીવલીમાં છટકું ગોઠવ્યું અને ડ્રગ્સની ડિલિવરી માટે આવેલા વૃદ્ધ વ્યક્તિને 3 કરોડ રૂપિયાની કિંમતના એક કિલો હેરોઈન સાથે પકડી પાડ્યો, અધિકારીએ જણાવ્યું. ડ્રગ સ્મગલર અમાનુલ્લા ખાનની એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ આરોપીને 19 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170