મોદી ગઠબંધન થી ડરી રહ્યા છે, આગામી લોકસભામાં કોંગ્રેસ તમામ બેઠકો જીતશે : અહેમદ પટેલ

New Update
મોદી ગઠબંધન થી ડરી રહ્યા છે, આગામી લોકસભામાં કોંગ્રેસ તમામ બેઠકો જીતશે : અહેમદ પટેલ

લોકસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શુંરૂ થઈ ગયો છે કોંગ્રેસ પ્રદેશ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજનેતાઓએ હાજરી આપી. અહેમદ પટેલ, રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં અહેમદ પટેલે કહ્યું કે, અમે પૂર્ણ બહુમતીથી કોંગ્રેસને જીતાડીશું. તમામ ૨૬બેઠકો પર અમે જીતવાના પ્રયાસ કરીશું. વાયબ્રંટથી રાજ્યને શું ફાયદો થયો તેનો શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ.અહમેદ પટેલે ઉમેર્યું હતું કે પ્રદેશ કોંગ્રેસમાં મતભેદો દૂર કરાશે. નવુ સંગઠન જાહેર થયા બાદ નવી કારોબારી રચાશે. દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. સરકારને માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ કરતા આવડે છે.

રામ મંદિર મુદ્દે અહેમદ પટેલની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોર્ટનો જે પણ નિર્ણય હશે એ નિર્ણયને અમે સ્વીકારીશું એમને ઉમેર્યું હતું કે PM મોદી ગઠબંધન જોઈ ડરી ગયા એ સાફ દેખાય છે. મહત્વનું છે કે, આ બેઠકમાં ચૂંટણી અગાઉ પક્ષમાં વિખવાદ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં કાર્યક્રમો અને તૈયારીઓ અંગે વિચારણા કરવામાં આવશે.

Latest Stories