Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળા ખાતે કોરોનાને નાથવા 11 બ્રાહ્મણો દ્વારા કરાયો રોગ મહામારી નિવારણ યજ્ઞ

નર્મદા : રાજપીપળા ખાતે કોરોનાને નાથવા 11 બ્રાહ્મણો દ્વારા કરાયો રોગ મહામારી નિવારણ યજ્ઞ
X

અત્યારના સમયે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી ડરી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં મહામારી કે અન્ય કોઈ બીમારીનો ઉપચાર યજ્ઞમાં રહેલો છે તેમ જણાવેલ છે. રોગના નિવારણ માટે આધુનિક વિજ્ઞાનમાં માનતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ઋષિમુનિઓના વરદાન સમાન વૈદિક ચિકિત્સા પદ્ધતિ ઉજાગર થાય છે. પેરાલીસીસ, ડાયાબિટીસ, અસ્થમા, આર્થરાઈટિસ, હાઇપરટેન્શન, છાતીમાં દુખાવો, ળશલફિશક્ષય જેવા વિવિધ દર્દો યજ્ઞ સારવારથી મટી શકે છે, તેવું ઋષિમુનિયો દ્વારા કહેવામા આવ્યુ છે.

જર્મનીના વૈજ્ઞાનિકોના દ્વારા થયેલા પ્રયોગો કહે છે કે રોગ અને કિટાણુ અને

મારવાની શક્તિ યજ્ઞ ઊર્જામાં રહેલી છે આ પદ્ધતિ બહુજ સરળ અને ઓછા ખર્ચ વાળી છે. આવી અન્ય કોઈ પદ્ધતિ હજુ સુધી

શોધાઇ નથી. આમ યજ્ઞ ઉપર થઈ રહેલા સંશોધનના પ્રાથમિક તારણ એ દર્શાવે છે કે આપણા

પૂર્વજો ઋષિ-મુનિઓ દ્વારા આપણને જે વારસામાં મળ્યું છે, તે માત્ર કર્મકાંડ આત્મક

નહીં પણ એક વૈજ્ઞાનિક વિદ્યા છે. જેનાથી પ્રાણશક્તિ રોગપ્રતિકારક શક્તિ કષ્ટપ્રદ વાઇરસ અને બેક્ટેરિયા સામે

લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

કોરોના વાઈરસથી બચવા આજ ઉપાયને અજમાવવા નર્મદા

જિલ્લાના રાજપીપળામાં 11 બ્રાહ્મણો દ્વારા

શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 1001 આહુતિ આપી રોગ મહામારી નિવારણ યજ્ઞ કરવામાં આવ્યો આ યજ્ઞમાં કપૂર ગૂગર સહીત અન્ય આર્યુવેદીક ઔષધિઓની આહુતિ આપી હવા શુદ્ધીકરણના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથેજ આચાર્ય દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાંથી આ મહામારી કોરોના વાઇરસ નાશ પામે તેવી પ્રાર્થના પણ

કરવામાં આવી આયોજક એવા કિરીટભાઈ પટેલએ આ યજ્ઞ દ્વારા સમગ્ર ગુજરાત અને રાજપીપળામાં સર્વ લોકો સુખી અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story