Connect Gujarat
Featured

નર્મદા : રાજપીપળામાં 3 એર સ્ટ્રીપ બનશે, ગુજરાત સહિત કેન્દ્રીય એવિએશનની ટીમે લીધી સ્થળ મુલાકાત

નર્મદા : રાજપીપળામાં 3 એર સ્ટ્રીપ બનશે, ગુજરાત સહિત કેન્દ્રીય એવિએશનની ટીમે લીધી સ્થળ મુલાકાત
X

નર્મદા જિલ્લાના રાજપીપળાની જનતા અને પ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં રાજપીપળા એરોડ્રામ ખાતે હવે 3 એર સ્ટ્રીપ બનવા જઈ રહી છે.

ગુજરાત એવિએશન સહિત કેન્દ્રીય એવિએશનની ટીમ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવી પહોચી હતી. જેમાં ટીમના સભ્યો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. હાલ 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત એક નાનો રન-વે પણ બનાવવામાં આવશે. કુલ 447 એકર જમીનમાં એરપોર્ટ સહિત રન-વે બનાવવામાં આવશે, ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

સૌપ્રથમ મોટા પ્લેન માટે રન-વે બનાવી એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ જેટલી જમીન છે એટલામાં એર સ્ટ્રીપ રન-વે બની શકે તેમ નથી, ત્યારે આ પ્રોજેકટ જે તે સમયે રદ્દ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી આ જગ્યાએ એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થતાં ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. જોકે આગામી એક વર્ષના ગાળામાં પ્લેન સેવા શરૂ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

Next Story