New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/IMG_4811.jpg)
નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.૫ મી જુલાઇ, ૨૦૧૯ ને શુક્રવારના રોજ નર્મદા ડેમની જળરાશીની આવકમાં પણ ૧૭ હજાર ક્યુસેકનો વધારો નોંધાયો છે. જળરાશીની ઉક્ત આવકને લીધે ગઇકાલ કરતાં આજે સવારે ૮-૦૦ કલાકે ડેમની સપાટીમાં ૧૫ સે.મી. વધારો નોંધાયો છે. આમ નર્મદા ડેમની સપાટી આજે સવારે ૮ કલાકે ૧૨૦.૧૮ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ. દલવાણી તરફથી પ્રાપ્ત થયાં છે.
Latest Stories