નર્મદા LCBએ ૯ ખાનદાની નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

New Update
નર્મદા LCBએ ૯ ખાનદાની નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

પોલીસે રેઇડ દરમ્યાન ૯ ખાનદાની નબીરાઓને પકડી જેલ હવાલે કર્યા

નર્મદા lcb એ આજે આમલેથા વિસ્તારમાંથી માલવ ગામમાંથી ધમધમતું જુગરધામ પકડયું છે. પોલીસે રેઇડ દરમ્યાન ૯ ખાનદાની નબીરાઓને પકડી જેલ હવાલે કર્યા છે.

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકારસિંગે દારૂ જુગારની બાફી અટકાવવા માટેની આપેલા સૂચના અન્વયે Lcb Psi આઈ.ડી.વાઘેલા અને Psi જગદીશ પટેલે મળેલ બાતમી અન્વયે સ્ટાફ સાથે મલાવ ગામે દરોડા પાડ્યા હતા જેમાં ૯ જેટલા ખાનદાની નબીરાઓ ને જુગાર રમતા રોકડા ૪૯,૭૯૦ સાથે રંગેહાથે ઝડપી લીધા હતા.

પોલીસે મોબાઈલ નંગ -9,કિંમત - 10,500,ફોર વ્હિલ ગાડી -2,કિંમત - 2,50,000, મોટર સાયકલ - 2,કિંમત - 40,000,જુગારના સાધનો – 160 મળી કુલ રૂપિયા 3,50,450નો મુદ્દામાલ સાથે દિપક કંચનભાઈ પટેલ, રહે. હજરપુરા, વિશાલ પ્રકાશ અધ્યારૂ,રહે. - વિશાવગા, રાજપીપલા, જયેશ કિશન વસાવા,રહે. - મોતીબાગ, રાજપીપલા, નંદકિશોર ઠાકોરલાલ શાહ,શેઠ ફળિયું,રાજપીપલા, જીતેન્દ્ર પ્રવિનચંદ્ર ભગતવાલા,રહે .- વડફળિયા,રાજપીપલા, નિતેશ મનહરભાઈ પટેલ,રહે. દરબાર રોડ,રાજપીપલા, કનું મથુર વસાવા,રહે.- ઝાડેશ્વર, ભરૂચ, નામશરણ ઝીણાભાઈ શિકલીગર,રહે. રાજેન્દ્રનગર સોસાયટી,રાજપીપલા, જયંતિ મથુર વસાવા,રહે. મલાવ મળી કુલ ૯ નબીરાઓની અટકાયત કરી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories