Connect Gujarat
Featured

નર્મદા: ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓને ઇ.વી.એમ.ની તાલીમ આપવામાં આવી, જુઓ કેવી રીતે કરવાનું રહેશે મતદાન

નર્મદા: ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓને ઇ.વી.એમ.ની તાલીમ આપવામાં આવી, જુઓ કેવી રીતે કરવાનું રહેશે મતદાન
X

નર્મદા જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓને માસ્ટર ટ્રેનરો દ્વારા ઇ.વી.એમ.ની તાલીમ આપવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતોની 90 અને નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ અધિકારીઓ કર્મચારીઓને માસ્ટર ટ્રેનરો દ્વારા EVM તાલીમ આપવામાં આવી હતી કારણ કે આ ચૂંટણીમાં માત્ર EVM મશીન રહેશે સાથે ચાલુ વર્ષે કોરોના મહામારીમાં પણ કોરોના પોઝિટિવ માટે સ્પેશિયલ વોટિંગ ટાઈમ રાખવામાં આવ્યો છે.

કોરોના પોઝિટિવ મતદારે વોટિંગ કરવું હોઈ તેઓ સાંજે 5 થી 6 કલાકના સમયમાં વોટિંગ કરી શકશે જોકે ચાલુ વર્ષે VVPAT નહીં હોય સાથે તાલુકા જિલ્લામાં 1-1 અને નગર પાલિકામાં 4 મતો આપી વોટ રજીસ્ટર કરવાનો હોય એ તમામ પ્રકારની તાલીમ આપી કર્મચારીઓ ને સજ્જ કરવામાં આવ્યા હતા.

Next Story