Connect Gujarat
ગુજરાત

નર્મદા:મંત્રી ગણપતસિંહ વસાવાએ કેવડીયા કોલોની ખાતે પ્રગતિ હેઠળના વિવિધ પ્રવાસન પ્રોજક્ટસની લીધી મુલાકાત

નર્મદા:મંત્રી ગણપતસિંહ વસાવાએ કેવડીયા કોલોની ખાતે પ્રગતિ હેઠળના વિવિધ પ્રવાસન પ્રોજક્ટસની લીધી મુલાકાત
X

ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાલ

કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ

વસાવાએ આજે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિતે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ

અર્પણ કરવાના પ્રાર્થનાસભાના કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીની

મુલાકાત દરમિયાન વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ સ્થળની

મુલાકાત લઇ પ્રગતિ હેઠળની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતુ અને સંબંધિત

અધિકારીશ્રીઓને જરૂરી રચનાત્મક સૂચનો અને તેના અમલીકરણ માટે માર્ગદર્શન પુરું

પાડયું હતુ. વન મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના

મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને રાજ્યના વન વિભાગના અધિક મુખ્ય

સચિવ રાજીવ ગુપ્તા પણ મંત્રીની આ મુલાકાતમાં સાથે જોડાયા હતા અને જે તે પ્રોજેક્ટસ

હેઠળની પ્રગતિની વિગતોથી મંત્રીને વાકેફ કર્યાં હતા.

મંત્રી ગણપતસિંહ વસાવાએ આ સંવાદમાં વન વિભાગ દ્વારા

કેવડીયા કોલોનીના આસપાસના વિસ્તારમાં હાથ ધરાયેલા પ્રવાસન વિકાસના કામોની વિસ્તૃત

જાણકારી સાથે ટૂંકાગાળામાં આ પ્રોજેક્ટસમાં વન વિભાગનાં કર્મયોગીઓના યોગદાનને પણ

બિરદાવ્યું હતુ.

આ પ્રસંગે વન મંત્રી ગણપતસિંહ વસાવાએ આરોગ્ય વનની

લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુફઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન

સહિત કેરળમાં વપરાતી ઉપચાર પધ્ધતિ મુજબના વેલનસ સેન્ટરની પણ મુલાકાત લઇ તે અંગેની

જાણકારી મેળવી હતી. અહીંના વેલનેસ સેન્ટરની આરોગ્ય વિષયક સારવાર

પધ્ધતિ અને ઉપલબ્ધ તબીબી સેવાઓ અંગેના જરૂરી સાહિત્ય કેવડીયાની આસપાસના વિસ્તારમાં

પ્રવાસીઓના રોકાણના આવાસની કેન્દ્રો ખાતે ઉપલબ્ધ કરવા અને તેમના મારફત પણ પ્રવાસીઓ

સુધી આ જાણકારી પહોંચાડવાના પ્રયાસો અને તેના સુસંકલન માટે મંત્રીએ સૂચન કર્યું

હતુ.

ત્યારબાદ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ

જંગલ સફારી પાર્કની લીધેલી મુલાકાત દરમિયાન પક્ષીઘરમાં મૂકાયેલા અમદાવાદના કરૂણા

અભિયાનના ઘાયલ પક્ષીઓને પાંજરામાથી વિશાળ ડોમમાં વિહરવા માટે મુક્ત

કર્યા હતા. તદ્દઉપરાંત સુરખાબ, આઇવીશ, સ્ટાર્ક , પોલીકેન ,ડકપેન, વગેરે જેવા પક્ષીઓને પણ પાંજરાંમાથી મંત્રીના હસ્તેમુક્ત

કરાયા હતા. પક્ષીઘરનો આ ડોમ વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો ડોમ અને જીઓએસ્ટીક રીતે

વિશ્વનો સૌ પ્રથમ મોટો ડોમ છે. જંગલ સફારી પાર્કમાં ઓસ્ટ્રેલિયાથી અલ્પકા, લામ, ઓરેકસ અને વાઇલ્ડ

બીસ્ટ સૌ પ્રથમવાર ભારત દેશમાં અહી લાવવામાં આવ્યા છે. મંત્રી વસાવાએ આ તમામ

પક્ષીઓ-પ્રાણીઓને સમયસર ખોરાક, પાણી અને તેમના

સ્વાસ્થય માટે રખાતી કાળજીની પણ જાણકારી મેળવી જરૂરી સૂચના આપી હતી.

વન મંત્રીની આ મુલાકાત દરમિયાન વન વિભાગના અગ્ર મુખ્ય

વન સંરક્ષક શ્યામલ ટીકાદાર, વન સંરક્ષક ડૉ.

શશીકુમાર, નાયબ વન સંરક્ષક ડૉ.

રતન નાલા, નર્મદા નિગમના મુખ્ય

ઇજનેર પી.સી.વ્યાસ સહિતના અન્ય ઇજનેરો સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ

ઉપસ્થિત રહ્યાં હતા.

Next Story
Share it