Connect Gujarat
Featured

નર્મદા : રાજપીપળામાં છ વર્ષથી ચાલી આવતી પરંપરા રાજપુત સમાજે જાળવી, તમે પણ જુઓ

નર્મદા : રાજપીપળામાં છ વર્ષથી ચાલી આવતી પરંપરા રાજપુત સમાજે જાળવી, તમે પણ જુઓ
X

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલું હરસિધ્ધિ માતાજીનું મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન તલવાર આરતી માટે જાણીતું છે. આ વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે પણ રાજપુત સમાજે સરકારની ગાઇડલાઇન મુજબ તલવાર આરતી કરી પરંપરા જાળવી રાખી હતી.

રાજપીપળા ખાતે આવેલ 419 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ માતાજીનું આવેલું છે. મંદિરના પટાંગણમાં છેલ્લા 6 વર્ષથી રાજપૂત સેવા સમાજ દ્વારા તલવાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરના 250 જેટલા રાજપૂત યુવાનો તલવાર આરતી કરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આટલી મોટી સંખ્યા લોકો એકત્રિત થાય તે યોગ્ય ન હોવાથી તંત્રની મંજૂરી મેળવી સાદગીથી માત્ર 31 યુવાનોએ તલવાર આરતી કરી પરંપરાને જાળવી રાખી હતી. શ્રધ્ધાળુઓ તલવાર આરતી જોઇ શકે તે માટે સોશિયલ મિડીયામાં લાઇવ કરવામાં આવ્યું હતું.

Next Story