Connect Gujarat
ગુજરાત

હવે પ્રવાસીઓને નર્મદા ડેમ જોવો હોય તો માત્ર રૂપિયા 50 માં જોવા મળશે

હવે પ્રવાસીઓને નર્મદા ડેમ જોવો હોય તો માત્ર રૂપિયા 50 માં જોવા મળશે
X

નર્મદા ડેમ જ્યારે થી પ્રવાસીઓ ને જોવા માટે ખહુલો મુકાયો છે. ત્યાર થી નર્મદા જોવા માટે ટિકિટ લઈને જવું પડે છે. પેહલા નર્મદા ડેમ જોવાના 5 રૂપિયા ટિકિટ હતી ત્યારબાદ વધારીને 10 રૂપિયા અને 20 રૂપિયા સુધી ટિકિટ નો દર વધારવામાં આવ્યો હતો. પણ જ્યારે થી એટલે કે વર્ષ 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી નર્મદા ડેમ જો કોઈ પ્રવસીઓને જોવા જવું હોઈ તો 350 રૂપિયા સ્ટેચ્યુ ની ટિકિટ અને બસ ના 30 રૂપિયા એમ 380 રૂપિયા ખર્ચે તો નર્મદા ડેમ જોવા પ્રવસીઓને જવા દેતા હતા.

આમતો જો કોઈએ એ સ્ટેચ્યુ જોઈ લીધું હોઈ અને બીજીવાર જયારે આવે અને તે પ્રવાસીને માત્ર નર્મદા ડેમ જોવો હોઈ તો પણ તેને 380 રૂપિયા અથવા તો 150 રૂપિયાની ટિકિટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જ ટિકિટ લઈને નર્મદા ડેમ જોવા જવા દેવામાં આવતા હતા. પણ હવે એટલે કે 11 ઓગસ્ટ થી જો કોઈ પ્રવસીને માત્ર નર્મદા ડેમ જોવો હોઈ તો તેની ટિકિટ હવે માત્ર 50 રૂપિયા થઈ ગઈ છે અને તે પણ તે પ્રવાસી ને એસી બસ માં નર્મદા ડેમના વ્યૂપોઈન્ટ નમ્બર 3 સુધી આ બસ લઈ જશે.

Next Story