Connect Gujarat
સમાચાર

અરવલ્લી : કેરાલા ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈ માટે શ્રેષ્ઠ 3 પ્રોજેક્ટની કરાઇ પસંદગી

અરવલ્લી : કેરાલા ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈ માટે શ્રેષ્ઠ 3 પ્રોજેક્ટની કરાઇ પસંદગી
X

લોકવિજ્ઞાન

કેન્દ્ર અરવલ્લી દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટ એ ગુજકોસ્ટ DST ગાંધીનગર દ્વારા યોજાયેલ રાજ્ય

કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ભાગ લીધો હતો. NCSTC અને DST INDIA દ્વારા ગ્રીન ક્લીન હેલ્ધી નેશન માટે વિજ્ઞાન

ટેકનોલોજી અને નવીન્ય વિષય પર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈ 2019 આગામી ડિસેમ્બર માસમાં યોજાશે. રાજ્યનાં કુલ 330 પ્રોજેક્ટોની હરિફાઈમાંથી શ્રેષ્ઠ અરવલ્લીના બાળ વિજ્ઞાનીઓના

3 પ્રોજેકટ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામતા

વિદ્યાર્થી, શિક્ષકો અને ટ્રસ્ટીગણોમાં ઉત્સાહની લહેર ઉઠી છે.

હર્ષ પંચાલ સરસ્વતી વિદ્યાલય, રમાસએ પોતાની શાળાની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને મનુષ્ય જીવન વચ્ચેનો સંઘર્ષનો અભ્યાસ, એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસાના દિશા ચૌધરીએ જુદા જુદા વૃક્ષો દ્વારા મળતા ઓક્સીજનની માત્રા તથા શ્રુતિ પટેલે બાળકોમાં સેલેબ્રેલપાલ્સીની સમસ્યા અને તેના ઉકેલને શીલ્ડ તથા રોકડ ઈનામોથી ગુજકોસ્ટ DST દ્વારા નવાજવામાં આવ્યા હતા.

જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી, મ.લા.ગાધી ઉ. કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી, સેક્રેટરી સુરેન્દ્ર શાહ, નિયામક બાલચન્દ્ર એન ટી, જીલ્લા કક્ષાના સંયોજકો ડો.એસ.વી.પટેલ અને ગિરીશ વેકરિયાએ તેમજ અરવલ્લીના બાળ વિજ્ઞાનીઓ, મારગદર્શક શિક્ષકો અને પ્રેરક આચાર્યોને અભિનંદન તથા રાષ્ટ્રીય હરિફાઈ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Next Story