/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-194.jpg)
લાંબાગાળા બાદ બંધક બનાવીને લૂંટ ચલાવવાની ખતરનાક ઘટના નવસારી જિલ્લામાં બનવા પામી છે. જિલ્લાના ભટ્ટાઇગામે સાત ઈસમોની ટોળકીએ બંદૂકની અણીએ મુસ્લિમ પરિવારને બંધક બનાવી રોકડ સહીત સોના ચાંદીની લૂંટ ચલાવી પલાયન થયા છે.
આજે વહેલી સવારે નવસારી શહેરથી ૭ કિલોમીટર અંતરે બારડોલી રોડ પર આવેલ ભટ્ટાઇ ગામના બાગે બસરાત નામના મકાનમાં અજાણ્યા ૭ લુંટારૂઓ મુસ્લિમ પરિવારના ઘરમાં ઘૂસીને બંદૂક તલવાર અને લાકડીઓ વડે પરિવારના ૫ સભ્યોને બાનમાં લઈને રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી હતી જે તમામ લૂંટારુ ઈસમો માલમલીદો લઈને ઝડપભેર ગાયબ થયા હતા બંધક બનાવેલા તમામ લોકોને એક રૂમમાં બંધ કરીને લૂંટારુઓ ગાયબ થયા હતા હિન્દીભાષી લુંટારૂઓ ની લૂંટની જાણ થતા જિલ્લા પોલીસ તપાસઅર્થે ઘટના સ્થળે આવી ડોગ સ્કોડની મદદ લઈને પગેરું શોધવાના પ્રયત્નો હાથધર્યા છે.
બેમાળના મકાનમાં સૌપ્રથમ નીચેના મુખ્ય દરવાજાનું લોક તોડીને હિન્દીભાષી લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો જેમાં ઉપરના માળે એક રૂમમાં ૩ અને બીજા રૂમમાં બે લોકોને ઊંઘ માંથી જગાડીને લમણે બન્દૂક અને તલવારની અણી મૂકીને લૂંટ ચલાવી હતી. જેમાં રોકડા બે લાખ પાંત્રીસ હજાર અને ચાર તોલા સોનુ લૂંટી લીધું હતું સાથે ભટ્ટાઇ ગામના બે મકાનના પણ તાળાઓ તોડવામાં આવ્યા હતા.પરંતુ હાથમાં કઈ આવ્યું ન હતું. પોલીસે મુસ્લિમ પરિવારની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સવાર બપોર સાંજ કે રાત્રી હોય ગુનાઓને અંજામ આપવો ક્રિમિનલો માટે ચપટી વગાડવાનો ખેલ બની ગયો છે. ફિલ્મોમાં બતાવે તેમ પોલીસ હંમેશ ઘટના બાદજ નજરે ચઢતી હોય છે. ચોરી લૂંટ કે અન્ય ક્રાઇમ કરવા આવેલા લોકો ઝડપી શકાતા નથી. ત્યારે પોલીસની કામગીરીઓ અને પેટ્રોલિંગ પર પણ લોકોનો વિશ્વાશ રહ્યો નથી. જેના ઉદાહરણ રોજબરોજ બનતા રહ્યા છે. ત્યારે પોલીસ માત્ર ગુના બન્યા બાદ જાગે છે. એના કરતા ગુના કરવા આવેલા ને ઝડપે અથવા તો ગુનો કરીને ભાગતા ઝડપવામાં આવે તોજ ગૃહ વિભાગની કામગીરીની પીઠ થાબડવી યોગ્ય ગણાશે.
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)