નવસારી : 35 યુવાનો વિદેશમાં નોકરીની લાલચે છેતરાયાં : પોલીસે એક એજન્ટની કરી ધરપકડ

0
135

હવામાં ઉડાન ભરવાના અભરખા અને વિદેશમાં કમાવવા જવાની ઘેલછામાં અમુક વાર રાતા પાણીએ ર વારો પણ આવે છે, ત્યારે નવસારીના 35 યુવાનો ગલ્ફ કન્ટ્રીમાં જઈને વિલા મોઢે પરત ફર્યા છે. આ તમામને નવસારીમાં આવેલ મિસ્ત્રી ટ્રાવેલ્સના સંચાલકે ભેરવ્યા છે, જેમાં મુખ્ય ભેજાબાજ વડોદરાનો છે. હાલતો નવસારી જિલ્લાની જલાલપોર પોલીસે એક એજન્ટને ઝડપ્યો છે, જ્યારે અન્ય એકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દક્ષિણ ગુજરાતના યુવાનો ખાસ કરીને પોતાનું વતન છોડીને પેટિયું રડવા વિદેશની ભૂમિ વધુ પસંદ કરતાં હોય છે. આપણા દેશ કરતા ત્યાંની ચલણની કિંમત વધુ હોવાના કારણે વધુ રૂપિયા કમાવવા જવા માટે એક વર્ગ વધ્યો છે. જેનો લાભ ખાટવા લેભાગુ એજન્ટોનો રાફડો ફાટ્યો છે.નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલ મિસ્ત્રી ટ્રાવેલ્સ નામની ઓફિસે ગલ્ફ કન્ટ્રીમાં જવાની ફિરાગમાં કેટલાક યુવાનો ભયંકર રીતે છેતરાયા છે. અહીંથી પ્લેનમાં તો બેસી ગયા અને ગલ્ફ કન્ટ્રીમાં ઉતર્યા બાદ વિઝા ફેક છે. એમ માલૂમ પડતા માથે હાથ દઈને બેસી જવું પડ્યું હતું. જ્યારે એજન્ટોએ આપેલ નંબરનો સંપર્ક પણ બંધ બતાવતા ગલ્ફ કન્ટ્રીમાં વસતા સગાની મદદથી પરત વતન આવ્યા હતા.

એજન્ટની આ બે જોડી ગલ્ફ વાંછુકોને ફેક વિઝા આપી 55 હજાર પડાવતા હતા. વિઝા હાથમાં આવતા નાચી ઉઠતા યુવાનો સંપૂર્ણ તૈયારીઓ કરીને વિદેશની નોકરી કરવાની સફરે નીકળી પડે છે, પરંતુ ગલ્ફ કન્ટ્રીના એરપોર્ટ પર કોઈ એજન્ટના વ્યક્તિઓ ન દેખાતા નિરાશાઓ ઘેરી વળી હતી. ઉપરાંત ત્યાંનું તંત્ર ફેક વિજાને લઈને ખદેડી મુકતા પરત વતન ફરવું પડ્યું હતું. ભારત આવતાની વારમાં જ પોલીસ ફરિયાદ કરતા મામલો ચગ્યો છે અને સ્થાનિક એજન્ટને ઝડપીને પોલિસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here