નેવી દ્વારા જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન

New Update
નેવી દ્વારા જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન

જામનગરમાં નેવી સેનાની પાખ આઇએનએસ વાલસુરા દ્વારા નેવી-ડે ની ઉજવણીના ભાગરૂપે સતત એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનના કાર્યક્રમ યોજાયા હતા .

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

નેવી વાલસુરાના બંને કાર્યક્રમમાં શહેરભરમાંથી 14 થી વધુ શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જ્યારે વિજેતાઓને નેવી વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી.રઘુરામ અને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં નેવી વાલસુરાના અધિકારીઓ અને જવાનો પોતાના પરિવારજનો સાથે તેમજ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નેવીના કમાન્ડીંગ ઓફિસર દ્વારા નેવી વાલસુરા દ્વારા આયોજીત આગામી હાફ મેરેથોન દોડ ના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લે એવી અપીલ પણ મિડીયા ના માધ્યમ થી કરવામાં આવી હતી .