/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dada-e1564636427729.jpg)
પુર સહિતની કુદરતી આપદાઓ પ્રસંગે બચાવ અને રાહતના કાર્યો માં ndrf હંમેશા અગ્રેસર રહે છે.એ પરંપરાને આગળ ધપાવતા ndrf જરોદના તાલીમબદ્ધ જવાનોની 4 ટુકડીઓ અત્યારે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના ફસાયેલા લોકો ને ઉગારવાનું કામ થાક્યા વગર કરી રહ્યા છે.આ પ્રત્યેક ટુકડીમાં 30 પ્રમાણે કુલ 120 જવાનો બોટ,લાઈફ બોટ ,લાઈફ બોયા સહિતની સાધન સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે.
Ndrf જરોદ ના અધિકારી હિમાંશુ બડોલા એ આપેલી જાણકારી અનુસાર ndrf ની ટુકડીઓએ વડોદરાના વિવિધ જલગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 96 લોકોને ઉગારીને સલામતી બક્ષી છે જેમાં એકલા સમા વિસ્તારના 79 અસરગ્રસ્તોનો સમાવેશ થાય છે.
Ndrf એ હાઇવે પર બસ અને કારમાં ફસાયેલા 12 લોકોને ઉગાર્યા છે તો જરોદ ગામના નિચાણવાળા વિસ્તારોના પાણી ના ભરાવા થી જળ મગ્ન બનેલા 2 ઘરોના 6 લોકોને સલામત સ્થળે ખસેડયા છે.Ndrf ની બટાલિયનનું મથક વડોદરા પાસે જરોદ ગામમા હાલોલ તરફના હાઇવે પર આવેલું છે. બડોલા ના જણાવ્યા પ્રમાણે જરોદ થી વડોદરા સુધીના સમગ્ર રસ્તા પર વરસાદને લીધે ભારે ટ્રાફિક જામ્યો હતો તેમ છતાં આ ટુકડીઓએ જહેમતપૂર્વક માર્ગ કાઢીને વડોદરા પહોંચવાની ફરજ પરસ્તી દાખવી હતી.