Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર : મેવાડા ફળિયામાં જર્જરીત મકાન ચોમાસા પહેલાં જ ધરાશાયી

અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.

X

અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે. દર વર્ષે ચોમાસા પહેલા નગરપાલિકા ભયજનક મકાનોમાં રહેતાં લોકોને નોટીસ આપી તેમને સલામત સ્થળોએ ખસી જવા જણાવે છે પણ વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી મકાનમાલિકો ભયજનક મકાનોમાં વસવાટ કરે છે. ખાસ કરીને બંને શહેરોના જુના વિસ્તારોમાં અનેક મકાનો જુની ઢબના છે અને વર્ષો જુના હોવાથી ચોમાસામાં ધરાશાયી થવાનો ખતરો વધારે રહેલો છે. ગુરુવારના રોજ અંકલેશ્વરના મેવાડા ફળિયા વિસ્તારમાં આવેલું એક જુનુ મકાન ધરાશાયી થતાં દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Next Story