ભરૂચ : તણછા નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું ઘટના સ્થળે મોત
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચથી અમોદને જોડતા માર્ગ ઉપર તણછા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં આમોદ તાલુકાના નિણમ ગામના વસાવા સમાજના 2 યુવાનો વિલાયત ખાતે આવેલ ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરીએ જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા. તે દરમ્યાન તણછા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઇક પર સવાર 2 યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સાંપડી છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.