Connect Gujarat
સમાચાર

તહેવારોની પહેલા ફરી ડરાવી રહ્યો છે કોરોના, એક દિવસમાં 26, 727 નવા કેસ

ભારતમાં તહેવારોનો સમયે આવી ગયો છે અને પ્રશાસનને ચિંતા છે કે તેવા સમયમાં કોરોનાના મામલા એક વાર ફરી વધી શકે છે

તહેવારોની પહેલા ફરી ડરાવી રહ્યો છે કોરોના, એક દિવસમાં 26, 727 નવા કેસ
X

ભારતમાં તહેવારોનો સમયે આવી ગયો છે અને પ્રશાસનને ચિંતા છે કે તેવા સમયમાં કોરોનાના મામલા એક વાર ફરી વધી શકે છે. ગત 24 કલાકમાં ભારત કોરોનાના 27, 727 કેસ સામે આવ્યા છે. કાલે કોરોનાના 23 હજાર મામલા સામે આવ્યા હતા અને તેનાથી 2 દિવસ સુધી ઓછામાં ઓછા મામલા નોંધાયા હતા. જો કે ભારતમાં એક્ટિવ મામલાની સંખ્યા હજું પણ 3 લાખની નીચે છે પરંતુ દર રોજ વધી રહેલા મામલાએ ચિંતા પણ વધારી દીધી છે. જો કે દેશમાં કોરોનાના 2, 75, 224 મામલ છે. આ 196 દિવસના સૌથી ઓછા એક્ટિવ કેસ છે. ત્યારે રિકવરી રેટની વાત કરીએ તો દેશમાં હાલ 97.86 ટકા રિકવરી રેટ છે. આ માર્ચ 2020 બાદ સૌથી વધારે છે. ગત 24 કલાકમાં 28, 246 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં કુલ 3, 30, 43, 144 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. અઠવાડિયાના પોઝિટિવિટી રેટની વાત કરીએ તો આ હજું 3 ટકાથી ઓછો છે. સકારાત્મક્તા દર 98 દિવસોમાં સૌથી ઓછો 1.70 ટકા છે. ત્યારે દૈનિક પોઝિટિવિટ દર પણ 1.76 ટકા બનેલો છે. હજું પણ 32 દિવસોમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં કોરોનાથી સુરક્ષા આપવા માટે કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અત્યાર સુધી 57.04 કરોડ લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે.

Next Story