Connect Gujarat
Featured

નિઝામુદ્દીન મરકઝનો વિવાદ : મૌલાના સાદે નવો ઓડીયો જાહેર કર્યો

નિઝામુદ્દીન મરકઝનો વિવાદ : મૌલાના સાદે નવો ઓડીયો જાહેર કર્યો
X

નિઝામુદ્દીનની મરકઝમાં એકત્ર થયેલા જમાતીઓ અને કોરોના વાયરસ ફેલાવાના મામલામાં મૌલાના સાદે નવો વિડીયો જાહેર કર્યો છે.

તબલીઘ જમાતના પ્રમુખ મૌલાના સાદે ગુરુવારે તેમના સમર્થકો માટે નવો ઓડિયો બહાર પાડ્યો છે. જેમાં તે નવી દિલ્હીમાં જ સેલ્ફ ક્વૉરિન્ટીન થવાનો દાવો કરી રહ્યા છે. મૌલાના સાદ આ ઓડિયોમાં કહી રહ્યા છે કે, ‘હું દિલ્હીમાં ડોક્ટર્સની સલાહ પર ક્વૉરિન્ટીન છું. જમાતના તમામ સભ્યોને અપીલ કરું છું કે તે દેશમાં જ્યાં ક્યાંય પણ હોય કાયદાનું પાલન કરે અને પોતાના ઘરમાં જ રહે. સરકારના આદેશોનું પાલન કરો અને ક્યાંય પણ એકસાથે ભેગા ના થશો’.

મૌલાનાના વકીલ ફુજૈલ અહેમદ અય્યૂબીએ કહ્યું કે, તબ્લિક જમાત પ્રમુખે તમામ સભ્યોને તેમના જિલ્લાના અધિકારીઓ પાસે જવા અને સહયોગ કરવા માટે કહ્યું છે. તેમણે સભ્યોને કહ્યું કે, તે પોતાના અને બીજાની સુરક્ષા માટે મેડિકલ ટેસ્ટ કરાવે. તમામ અધિકારીઓને પુરો સહયોગ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયાએ માહિતી આપી હતી કે, મેડિકલ સ્ટાફ અને ડીટીસીની મદદથી 36 કલાક સુધી ચલાવવામાં આવેલા ઓપરેશન બાદ બુધવારે સવારે 4 વાગ્યે મરકજ ખાલી કરાવ્યું હતું. જો કે હાલ બિલ્ડિંગ ખાલી કરાવાઈ હતી. અહીંયાથી 2,361 લોકો મળ્યા છે, જેમાંથી 617ને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે, બાકીનાને ક્વૉરિન્ટીન કરાયા છે. દેશના અલગ અલગ ભાગમાં અહીંયાથી આવેલા લગભગ 380 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દેશમાં હજું પણ મરકજથી પાછા આવેલા લોકોની તપાસ ચાલી રહી છે.

Next Story